________________
( ૧૦ ). ગાદીએ સુકેશ આવ્યો અને ઘનેદાધ પછી કિષ્કિધાની ગાદી ઉપર કિષ્કિધિ આવ્યા. તે બન્ને દીક્ષા લઈને પરમ પદ-મેક્ષને પામ્યા. તે સમયે વૈતાઢ્યના રથનુપુર નગરમાં અશનિવેગ નામે મહા બળવાન વિદ્યાધરપતિ રાજ્ય કરતો હતો. તેને વિજયસિંહ, વિદ્યુવેગ, સહસ્ત્રાર આદિ ઘણા-પુત્ર થયા હતા.
એકદા આદિત્યપુર નગરના રાજા મંદિરમાળીની પુત્રી શ્રીમાળાને સ્વયંવર મંડપ થયે, એમાં સર્વે વિદ્યાધરને બોલાવ્યા. પણ શ્રીમાળાએ પિતાની વરમાળા કિષ્ક્રિય કુમારને પહેરાવી. જેથી વિજયસિંહ કોંધાતુર થઈને કિકિંધ કુમારને મારવા ધસ્યા. ત્યાં મોટું યુદ્ધ થયું. એમાં કિષ્કિના અનુજ બંધુ અંધકે વિજયસિંહને મારી નાખ્યું. તે પછી કિકિધિ પિતાના બંધુઓને લઈને શ્રીમાળાને વાનરદ્વિપમાં તેડી લાવ્યો. તેની સાથે તેને મિત્ર સુકેશ પણ પાછો લંકામાં આવ્યું. પુત્રના મરણની વાત સાંભળીને અશનિવેગ પ્રબળ સૈન્ય સાથે વાનરદ્વિપ ઉપર ચડી આવ્યા ને સમસ્ત વાનરે તથા રાક્ષસને કુટવા માંડ્યા. પિતાના પુત્રને મારનાર અંધકને એણે મારી નાખ્યા. ભયંકર યુદ્ધને પરિણામે મુકેશ અને કિકિંધ પિતાના પરિવાર સાથે અશનિવેગના ભયથી પાતાળ લંકામાં નાશી ગયા, હર્ષ પામેલે અશનિવેગ શત્રુઓને નાશ કરીને લંકાની ગાદી ઉપર નિઘત નામના વિદ્યાધરને બેસાડી પોતે અમરાવતીમાં ઈદ્ર આવે તેમ પોતાના નગર રથનુપુરમાં આવ્યો. અન્યદા વૈરાગ્ય ઉત્પન્ન થવાથી એણે પોતાની ગાદી ઉપર પોતાના પુત્ર સહસ્ત્રારને બેસાડીને દીક્ષા લીધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com