________________
૧૪
20
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
આર્યજીવન
ઉત્તમ પુરુષોએ આચરણ કર્યું છે.
܀܀܀܀܀
૭
નિત્યસ્મૃતિ
૧ જે મહાકામ માટે તું જન્મ્યો છે, તે મહાકામનું અનુપ્રેક્ષણ કર.
ર ધ્યાન ધરી જા: સમાધિસ્થ થા,
૩ વ્યવહારકામને વિચારી જા. જેનો પ્રમાદ થયો છે, તે માટે હવે પ્રમાદ ન થાય તેમ કર. જેમાં સાસ થયું હોય, તેમાંથી હવે તેવું ન થાય તેવો બોધ છે.
૪ દૃઢ યોગી છો, તેવો જ રહે,
૫ કોઈ પણ અલ્પ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી નથી, એ મહાકલ્યાણ છે.
૬ લેપાઈશ નહીં.
૭ મહાગંભીર થા.
૮ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિચારી જા.
હું ચાર્થ કર.
૧૦ કાર્યસિદ્ધિ કરીને ચાલ્યો જા.
܀܀܀܀܀
૮
સહજપ્રકૃતિ
૧ પરહિત એ જ નિજહિત સમજવું, અને પરદુઃખ એ પોતાનું દુઃખ સમજવું.
૨ સુખદુઃખ એ બન્ને મનની કલ્પના છે.
૩ ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.
૪ સઘળા સાથે નમ્રભાવથી વસવું એ જ ખરું ભૂષણ છે.
૫ શાંતસ્વભાવ એ જ સજ્જનતાનું ખરું મૂળ છે.
૬ ખરા સ્નેહીની ચાહના એ સજ્જનતાનું ખાસ લક્ષણ છે.
૭ દુર્જનનો ઓછો સહવાસ.
૮ વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું.
૯ દ્વેષભાવ એ વસ્તુ ઝેરરૂપ માનવી.
૧૦ ધર્મકર્મમાં વૃત્તિ રાખવી.
૧૧ નીતિના બાંધા પર પગ ન મૂકવો.
૧૨ જિતેન્દ્રિય થવું.
૧૩ જ્ઞાનચર્ચા અને વિદ્યાવિલાસમાં તથા શાસ્ત્રાધ્યયનમાં ગુંથાવું,
૧૪ ગંભીરતા રાખવી.
૧૫ સંસારમાં રહ્યા છતાં ને તે નીતિથી ભોગવતાં છતાં, વિદેહી દશા રાખવી.
૧૬ પરમાત્માની ભક્તિમાં ગૂંથાવું.
૧૭ પરનિંદા એ જ સબળ પાપ માનવું.
૧૮ દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ માનવું.
૧૯ આત્મજ્ઞાન અને સજ્જનસંગત રાખવાં.