________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૧૭ મા પહેલાં
૧૦૨ મહાવીર પ્રભુ જે વાટેથી તર્યા અને જેવો તપ કર્યો તેવો નિર્મોહપણે તપ કરવો.
૧૦૩ પરભાવથી વિરક્ત થા.
૧૦૪ જેમ બને તેમ આત્માને ત્વરાથી આરાધો.
૧૦૫ સમ, દમ, ખમ એ અનુભવો.
૧૦૬ સ્વરાજ પદવી સ્વતપ આત્માનો લક્ષ રાખો (દો).
૧૦૭ રહેણી ઉપર ધ્યાન દેવું.
૧૦૮ સ્વદ્રવ્ય અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ.
૧૦૯ સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાઓ.
૧૧૦ સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ.
૧૧૧ સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાઓ.
૧૧૨ સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ.
૧૧૩ સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાઓ.
૧૧૪ સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો (દો.)
૧૧૫ પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તો.
૧૧૬ પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજો.
૧૧૭ પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજો.
133
૧૩
૧૧૮ ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી ટાઢ, તાપ, છેદન, ભેદન ઇત્યાદિ ઇ૰ દેહના મમત્વના વિચાર લાવશો નહી.
૧૧૯ ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી દેવ, મનુષ્ય, તિર્યંચના પરિષહ પડે તો આત્મા અવિનાશી છે એવો એક ઉપયોગથી વિચાર લાવશો, તો તમોને ભય થશે નહીં અને ત્વરાથી કર્મબંધથી છૂટશો. આત્મદશા અવશ્ય નિહાળશો. અનંત જ્ઞાન, અનંત દર્શન, ઇત્યાદિક ઇ0 ઋદ્ધિ પામશો.
૧૨૦ નવરાશના વખતમાં નકા
યોગ્ય ગણાય છે
ફૂટ અને નિંદા કરો છો તે કરતાં તે વખત જ્ઞાનધ્યાનમાં લો તો કેવું
૧૨૧ ધીરનાર મળે પણ તમે દેવું વિચારીને કરજો.
૧૨ ધીરનાર વ્યાજનાં વ્યાજ લેવા ધરે પણ તે ઉપર તમે ખ્યાલ રાખો.
૧૨૩ તું દેવાનો ખ્યાલ નહીં રાખે તો પછી પસ્તાવો પામીશ.
૧૨૪ દ્રવ્યદેવું આપવાની ફિકર રાખો છો તે કરતાં ભાવદેવું આપવા વધારે ત્વરા રાખો. ૧૨૫ દેવું આપવા વધારે ત્વરા રાખો.
૧ છેવટનો નિર્ણય થવો જોઈએ.
9
ઉપયોગ ત્યાં ધર્મ છે. મહાવીરદેવને નમસ્કાર
ર સર્વ પ્રકારનો નિર્ણય તત્ત્વજ્ઞાનમાં છે. ૩ આહાર, વિહાર, નિહારની નિયમિતતા,
૪ અર્થની સિદ્ધિ.