Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
કોઈ પણ આસન, કોઈ પણ સ્થાન કે કોઈ પણ મુદ્રાએ, કોઈ પણ કાળે અને કોઈ પણ ક્ષેત્રે તથા કોઈ પણ બેઠી, ઊભી કે સૂતી) અવસ્થાએ મુનિઓ કેવળજ્ઞાન અને મોક્ષ પામી શકે છે. તે સંબંધી કોઈ પણ એક ચોક્કસ નિયમ નથી. નિયમ એકમાત્ર પરિણામની શુદ્ધિનો અને યોગની સુસ્થતાનો છે. પરિણામની શુદ્ધિ કે યોગની સુસ્થતા જે રીતે થાય તે રીતે વર્તવું, એ કર્મક્ષય કે મોક્ષલાભનો અસાધારણ ઉપાય છે અને તે જ વાસ્તવિક યોગ છે. પ્રતિક્રમણની ક્રિયા એ પરિણામની શુદ્ધિ અને યોગની સુસ્થતાનો અનુપમ ઉપાય છે, તેથી તે પણ એક પ્રકારનો યોગ છે અને મોક્ષનો હેતુ છે.
શંકા ૧૧ : પ્રતિક્રમણની ક્રિયાના જે લાભ બતાવવામાં આવે છે, તે સત્ય જ હોય તો ક્રિયા કરનાર વર્ગમાં તે દેખાતા કેમ નથી ?
સમાધાન : દેખનાર (તપાસનાર) જે દૃષ્ટિથી જુએ, તે દૃષ્ટિ મુજબ તેને ગુણ કે દોષ મળી આવે છે. પ્રતિક્રમણની ક્રિયા તપાસનારે કઈ દષ્ટિથી તેને જોવી જોઈએ, એનો નિર્ણય પ્રથમ કરવો જોઈએ. આપણે જોઈ આવ્યા કે, પ્રતિક્રમણની ક્રિયા જિનેશ્વર ભગવંતોએ મુમુક્ષુ આત્માઓ માટે અવશ્ય કર્તવ્ય તરીકે નિયુક્ત કરેલી છે, અને એ ક્રિયા કરવા માટેનાં સૂત્રો ખુદ ગણધર ભગવંતોએ તીર્થની સ્થાપનાના પ્રથમ દિવસે જ રચેલાં છે તથા તેની વિધિયુક્ત આરાધના પણ તે જ દિવસથી ચતુર્વિધ સંઘ પોતપોતાના અધિકાર મુજબ નિરપવાદપણે કરે છે. શાસ્ત્રદષ્ટિએ મોટામાં મોટો લાભ તો સૌથી પ્રથમ આ પ્રભુ-આજ્ઞાના પાલનનો છે. મન્નE નિકા-જિનેશ્વરોની આજ્ઞાને માનો. થો માળ, દિલો ! –ધર્મ આજ્ઞાથી બંધાયેલો છે. મા, ઇમો - આજ્ઞાથી જ ધર્મ છે. પ્રતિક્રમણની ક્રિયામાંથી જિનેશ્વરોની આજ્ઞાનું પાલન કરવાનો અધ્યવસાય એ જ મોટામાં મોટો લાભ છે, એ જ મોટામાં મોટી ભાવશુદ્ધિ છે. આજ્ઞાપાલનના અધ્યવસાયપૂર્વક જેઓ પ્રતિક્રમણની ક્રિયા તો શું પણ જિનમતનું એક નાનામાં નાનું ધર્માનુષ્ઠાન આચરે છે, તેઓને થતા લાભની કોઈ સીમા નથી.
ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી ફરમાવે છે કેઆ જિનોક્ત છે, આપ્તપ્રણીત છે, એવા પ્રકારની ભક્તિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org