Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
કરેમિ ભંતે”-સૂત્ર ૦ ૨ ૧૯ (૮) સામાયિક એટલે અહિંસાની ઉપાસના અથવા અન્યને દુ:ખ નહિ ઉપજાવવાનો નિશ્ચય.
સામાયિકના આ આઠ અર્થો વ્યાવહારિક દૃષ્ટિએ ભિન્ન હોવા છતાં તાત્ત્વિક દષ્ટિએ એક જ છે અને તેથી તે સઘળાનો સમાવેશ સમભાવની સાધનામાં થઈ જાય છે. કેમ કે સદ્વર્તન એ સમભાવ વિના શક્ય નથી; શાસ્ત્રાનુસારી શુદ્ધ જીવન પણ સમભાવથી જ સિદ્ધ થાય છે. આત્માની અનાદિ કાળથી ચાલી આવેલી વિષમ સ્થિતિનો અંત પણ સમભાવની સાધનાથી જ આવે છે. વળી સર્વ જીવો પ્રત્યેની મિત્રતા કે બંધુત્વની લાગણી એ સમભાવનું જ સ્પષ્ટ સ્વરૂપ છે, તથા સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યફચારિત્ર એ રત્નત્રયીની યોજના સમભાવની સિદ્ધિ માટે જ થયેલી છે; તેમ શાંતિની આરાધના ક્લેશ-રહિત અવસ્થામાં જ સંભવે છે કે જેની પ્રાપ્તિમાં સમભાવ એ મુખ્ય કારણ છે; જ્યારે અહિંસા તો સમભાવની જ સંતતિ છે અર્થાત તેનો ઉદ્ભવ સમભાવમાંથી જ થાય છે. આમ સમભાવની સાધના એ શબ્દો ઉપર્યુક્ત આઠે અર્થનો પોતાની અંદર સમાવી લેતા હોવાથી સામાયિકનો અર્થ સમભાવની સાધના કરવો એ યુક્તિયુક્ત છે અને પરંપરામાં પણ તે સ્વીકારાયેલો છે.
શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યની ૩૪૭૭મી ગાથામાં સામાયિકનો અર્થ નીચે મુજબ કરેલો છે :
राग-दोस-विरहिओ, समो त्ति अयणं अयो त्ति गमणं ति । समगमणं (अयणं) ति समाओ, स एव सामाइयं नाम ॥
રાગ-દ્વેષથી વિરહિત થયેલો આત્મા, તે સમ અય, એટલે અયન કે ગમન. તે ગમન સમ પ્રત્યે થાય માટે સમાય કહેવાય અને તેવા સમાયનો જે ભાવ, તે સામાયિક છે.
શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના સ્વોપજ્ઞ વિવરણમાં સામાયિકનો અર્થ નીચે મુજબ આપ્યો છે :
राग-द्वेष-विनिर्मुक्तस्य सतः आयो ज्ञानादीनां लाभः प्रशमसुखरूपः समायः, समाय एव सामायिकम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org