Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩00 શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
પૂર્વધરોનું જ સૂચન છે.
મય-યા -[૩મય-ગ:]-અભય-દેનારાઓને, સર્વ જીવોને અભય આપનારાઓને.
અભયને આપનારા તે અભયદ. ભયનો અભાવ તે અભય. ભય એટલે ભીતિ, બીક કે ડર. તે મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થતો આત્માનો એક પ્રકારનો અધ્યવસાય છે. જીવનની અત્યંત અવિકસિત સ્થિતિમાં પણ તે સંજ્ઞારૂપે દૃષ્ટિ-ગોચર થાય છે. દાખલા તરીકે રિસામણી(લજામણી)નાં પાનને સ્પર્શ થતાં જ તે એટલી બધી ભય પામે છે કે તેની પાંદડીઓ ઝડપથી બિડાઈ જાય છે. એ જ રીતે શુદ્ર જંતુઓ પણ ભયના માર્યા જીવ બચાવવાને માટે દોડાદોડ કરે છે અને પશુ-પક્ષીઓમાં પણ તે અતિ સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. મનુષ્યજાતિમાં આ ભય વિવિધ કારણો અને વિવિધ હેતુઓને લઈને ઉત્પન્ન થાય છે. તેનાં નામો શ્રીસ્થાનાંગસૂત્રના સાતમા સ્થાનના ત્રીજા ઉદેશમાં નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે :
અત્ત મયઠ્ઠા પત્તા , તે ની-[૨] રૂક્નો-ભg, [૨] પરત્નોમ-મી, [૨] માયણ-, [] -મા, [] વેવાઈ-બહુ [૬] મર-મg, [૭] સિનો-મા (સૂત્ર ૫૪૮).
ભય-સ્થાનો સાત પ્રકારનાં છે. તે આ પ્રમાણે :- (૧) ઈહલોકભય, (૨) પરલોક-ભય, (૩) આદાન-ભય, ૪) અકસ્મા–ભય , (૫) વેદના-ભય, (૬) મરણ-ભય, (૭) અશ્લોક-ભય.
(૧) ઈહલોક-ભય-મનુષ્યને મનુષ્યથી ભય. (૨) પરલોક-ભય-પરલોકનો (બીજા જન્મનો.) (૩) આદાન-ભય-ધન-માલ ચોરો વડે લુંટાઈ જવાનો ભય. (૪) અકસ્મા-ભય-આગ, જલ-પ્રલય આદિનો ભય. (૫) વેદના-ભય-રોગાદિ-પીડાનો ભય. કોઈ અહીં અજીવભય
અથવા આજીવિકાભય જણાવે છે. (૬) મરણ-ભય-મરવાનો ભય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org