Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૩૫૮ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
(૨૨)
પ્રશ્ન : વિસદરવિનનાસં પદમાં રહેલ વિસહર શબ્દથી માત્ર ઝેરી સર્પો અર્થ જ સમજવો કે અન્ય ઝેરી જીવ જંતુઓ પણ લેવા ? ઉત્તર : ઝેરી જીવજંતુઓમાં અગ્રસ્થાને વિષધર સર્પો હોવાથી તેમનો નામોલ્લેખ કરવામાં આવ્યો છે. તે સર્વગ્રાહી છે તેથી સર્વ વિષધર જંતુઓ તેમાં સમાવિષ્ટ થઈ જ જાય છે. અન્ય સ્થળોએ સર્વ વિષધરોનાં નામો પણ સ્તોત્રકારે જણાવ્યાં છે. વૈરોટ્યાદેવીસ્તવમાં આર્યનંદિલે વિષધરોનાં નામો જણાવતાં
वासुगि अणं त तक्खग कंकोलय नाम पउम महापउमा । संखकुलिससिनामा अट्ठकुलाई च धारे ॥५॥ કહ્યાં બાદ અન્ય ઝેરવાળાં પ્રાણીઓની ગણતરી કરતાંविछि कन्न सिआली-कंकाही गोरसप्प सप्पेअ । मोहे उंदर चित्ती किक्कीडूअ हिंडु अ वसे अ ॥ ७ ॥ वंतर गोणस जाई सत्तबडा अहिवडा य परडा य । भमरासिराहि घिरोलिय घिरीलीसाणं च नासेइ ॥ ८ ॥ *
આ બધાં નામો ગણાવ્યાં છે. ‘ઉવસગ્ગહર' એ સૂત્રાત્મક હોવાથી ટૂંકમાં માત્ર વિષધર શબ્દ જ વાપરવામાં આવેલ છે.
(૨૩)
પ્રશ્ન ઃ ઉવસગ્ગહરંની પાંચમી ગાથામાં ભગવંત પાસે આપ બોધિ આપો એવી યાચના કરવામાં આવી છે તો શું જિનવરેન્દ્રો બોધિ આપે છે ખરા ?
ઉત્તર : આ પ્રશ્નનો ઉત્તર આપતાં આવશ્યક હારિભદ્રીય ટીકા વગેરેમાં જણાવ્યું છે કે આ ભક્તિથી બોલાયેલી ભાષા છે. આ અસત્યાકૃષા નામનો ભાષાનો એક પ્રકાર છે. ખરી રીતે જોતાં તો શ્રી તીર્થંકરદેવો પ્રત્યેની ભક્તિથી સ્વયમેવ ઉપર્યુક્ત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે માટે
* જૈન સ્તો. સં. ભા. ૧, પૃ. ૩૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org .