Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ઉવસગ્ગહરં-સૂત્ર૦૪૧૯
૨. છંદ-આ ‘પાર્શ્વ ચિંતામણિ મંત્ર’નો છંદ ‘ગાયત્રી’* દર્શાવાયો છે. ૩. દેવતા-ધરણેન્દ્ર-પદ્માવતી. અધિષ્ઠાયક દેવતા તરીકે શ્રી ધરણેન્દ્ર દેવ તથા પદ્માવતી દેવી-બંનેનાં નામો અહીં દર્શાવાયાં છે.
* અહીં ચિંતામણિ મંત્રનો છંદ ગાયત્રી* છે તેમ નિર્દેશ થયો છે. અનુષ્ટુપ છંદને ગાયત્રી છંદનો જ એક પ્રકાર માનવામાં આવે છે.
અનુષ્ટુપ્ છંદનું સ્વરૂપ કાલક્રમે પરિવર્તન પામતું આવ્યું છે.× આ છંદના શ્લોકને ચાર પાદ હોય છે અને દરેક પાદમાં આઠ આઠ અક્ષરો હોય છે.
ક્ષેમેન્દ્ર સુવૃત્તતિલકમાં જણાવ્યું છે કે ભેદ-પ્રભેદ ગણતાં અનુષ્ટુપ્ છંદોનો સમુદાય અસંખ્ય છે તેમાં લક્ષ્ય અનુસારે ખાસ કરીને શ્રવ્યતાની પ્રધાનતા હોવી જોઈએ.+
પ્રસ્તુત ચિંતામણિ મંત્રને (મિળ મંત્ર ને) છંદની દૃષ્ટિએ વ્યવસ્થિત કરવામાં આવે તો તેનાં ત્રણ પાદો નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે :
પાદ
ચિંતામણિ મંત્ર
. ૩ મૈં શ્ર અTM મિળ = ૮ અક્ષર
૨. પાસ વિસદર વસહ = ૯ અક્ષર
३. जिण फुलिंग ह्रीं नमः - ૯ અક્ષર.
પ્રખ્યાત ગાયત્રી મંત્ર વસ્તુત: ‘સાવિત્રી મંત્ર' છે. પરંતુ તેનો છંદ ગાયત્રી હોવાથી ગાયત્રી મંત્રરૂપે તેનું નામ પ્રચલિત થયું છે. તેના ત્રણ પાદ એટલે ૨૪ અક્ષરો પ્રકટ છે અને એક પાદના આઠ અક્ષરો ગુહ્ય રાખવામાં આવે છે.
× જુઓ પ્ર. ટી. ભા. ૩, પૃ. ૪૮૩
+ असंख्यो भेदसंसर्गादनुष्टुप् छन्दसां गणः तत्र लक्ष्यानुसारेण श्रव्यतायाः प्रधानता । સુવૃત્ત તિલક પ્રથમ વિન્યાસ શ્લો. ૧૫
અěકારને એકાક્ષરી બીજાક્ષર સમજવામાં આવે છે. તે પ્રકારે ગણતરી કરતાં પ્રથમ પાદના આઠ અક્ષર થાય છે. જે મહેંકારને એકાક્ષરી ન સ્વીકારે તે ૩ કારને અનુશ્રુતિ સમજી તેને સંખ્યાની ગણતરીમાં લેતા નથી, તેનો વિન્યાસ શીર્ષકરૂપે નિશ્ચિત હોવાથી પણ ઘણી વખત તેને ગણતરીમાં લેવાતો નથી.
બીજા પાદમાં નવ અક્ષરો છે અને ત્રીજા પાદમાં આઠ અક્ષરો છે. આ પ્રકારે પ્રસ્તુત ચિન્તામણિ મંત્ર પચીસ અક્ષરના પરિમાણવાળો થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org