Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 701
________________ જિનચૈત્યનો વંદન-વિધિ ૦૬૧૯ છેતરવા સિવાય બીજું શું હોઈ શકે ? ૩૬. तं पुण अणत्थफलदं, हाहिगयं जमणुवओगि त्ति । आय-गयं चिय एत्यं, चिंतिज्जइ समय-परिसुद्धं ॥३७॥ ત્રીજા, ચોથા પ્રકારમાં જણાવેલું મુગ્ધજનોને છેતરવારૂપ અનર્થકારી ફળ આ સ્થળે અનુપયોગી હોવાથી જણાવ્યું નથી. જ્યારે પહેલા અને બીજા પ્રકારમાં જણાવેલા અનુષ્ઠાનનું ફળ ઉત્તમ હોવાથી તેનો વિચાર આગમાનુસાર કરવો. ૩૭. भावेणं वण्णादिहिं, चेव सुद्धेहिं वंदणा च्छेया । मोक्खफल च्चिय एसा जहोइयगुणा य णियमेणं ॥३८॥ શુદ્ધ ભાવ અને શુદ્ધ વર્ષોચ્ચાર, અર્થ-ચિંતન આદિ વડે કરાતી વંદના પ્રથમ પ્રકારના રૂપિયા તુલ્ય જાણવી. આવી વંદના યથોદિત ગુણવાળી હોઈને નિશ્ચયે મોક્ષફળને આપે છે જ. ૩૮. भावेणं वण्णादिहि, तहा उ जा होइ अपरिसुद्ध त्ति । बीयगरूवसमा खलु, एसा वि सुह त्ति णिहिट्ठा ॥३९॥ શુદ્ધ ભાવવાળી પણ વર્ષોચ્ચાર અને અર્થ-ચિંતનથી અશુદ્ધ વંદના બીજા રૂપિયા જેવી છે. તે અભ્યાસ-દશાને બહુ સુખકારી છે. ૩૯. भाव-विहूणा वण्णाइएहिं सुद्धा वि कूडरूव-समा । उभय-विहूणा णेया, मुद्दप्पाया अणिट्ठफला ॥४०॥ ભાવ-વગરની વંદના વર્ણ વગેરેથી શુદ્ધ હોય તો પણ તે ત્રીજા પ્રકારના રૂપિયા જેવી ખોટી છે અને ઉભય-શુદ્ધિ વગરની વંદના ચોથા પ્રકારના રૂપિયા જેવી હોવાથી અનિષ્ટ ફળને આપનારી છે. ૪૦. होइ य पाएणेसा, किलिट्ठसत्ताणं मदबुद्धीणं । પાન તુષા-પાત્રા, વિલેસ ટુર્સમાણ ૩ ૪ પ્રાયઃ આવી અશુદ્ધ વંદના ભારેકર્મી અને જડબુદ્ધિવાળાને સંભવે છે જેનું ફળ દુર્ગતિ છે. પરંતુ ખેદની વાત એ છે કે આ દુષ્કમ કાલમાં તો વિશેષતઃ આવી અશુદ્ધ વંદના પ્રવર્તે છે. ૪૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712