Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
જિનચૈત્યનો વંદન-વિધિ ૦ ૬૧૭
સમ્યજ્ઞાનના કારણરૂપે પ્રસિદ્ધ છે. ૨૬.
धिइ-सद्धा-सुह-विविदिस-भेया जं पायसो उ जोणि त्ति । सण्णाणादुदयम्मि, पइट्ठिया जोगसत्थेसु ॥२७॥
ધૃતિ-ચિત્તસ્વાથ્ય, શ્રદ્ધા-તત્ત્વરુચિ, સુખા-વિશિષ્ટ આલ્હાદ અને વિવિદિષા-જિજ્ઞાસા એ સમ્યગૂજ્ઞાનનો અભ્યદય થવામાં કારણભૂત છે, એમ યોગશાસ્ત્રોમાં સિદ્ધ કરી બતાવ્યું છે. ૨૭.
पढमकरणोवरि तहा, अणहिणिविट्ठाण संगया एसा । तिविहं च सिद्धमेयं, पयर्ड समए जओ भणियं ॥२८॥
યથાપ્રવૃત્તિકરણને વટાવી ગયેલા જીવો જે કદાગ્રહથી રહિત હોય છે, તેઓ આ શુદ્ધ ચૈત્યવંદનાના અધિકારી છે. કરણ ત્રણ પ્રકારનાં છે, એવું શાસ્ત્રમાં પ્રકટપણે કહ્યું છે. ૨૮.
करणं अहापवत्तं, अपुव्वमणियट्टि चेव भव्वाणं । इयरेसिं पढमं चिय, भण्णइ करण त्ति परिणामो ॥२९॥
કરણ ત્રણ છે : (૧) યથાપ્રવૃત્ત, (૨) અપૂર્વ અને (૩) અનિવૃત્તિ. તેમાં બીજું અને ત્રીજું કરણ કેવળ ભવ્યજનોને જ પ્રાપ્ત થાય છે. જીવના અધ્યવસાય-વિશેષને શાસ્ત્રકારો કરણ કહે છે. ૨૯.
जा गंठी ता पढम, गंठि समइच्छओ भवे बीयं । अणियट्टीकरणं पुण, सम्मत्त-पुरक्खडे जीवे ॥३०॥
(નિબિડ રાગ-દ્વેષના પરિણામરૂપ) ગ્રંથિ-પ્રદેશે પહોંચતાં સુધી પ્રથમ કરણ હોય છે; ઉક્ત ગ્રંથિનો ભેદ કરતી વખતે બીજું કરણ પ્રાપ્ત હોય છે. ગ્રંથિભેદ કર્યા પછી અને સમ્યક્ત પ્રાપ્ત કરતાં પહેલાં ત્રીજું અનિવૃત્તિકરણ પ્રાપ્ત થાય છે. ૩૦.
इत्तो उ विभागाउ, अणादिभव-दव्वलिंगओ चेव । णिउणं णिरूवियव्वा, एसा जह मोक्खहेउ त्ति ॥३१॥
યથાપ્રવૃત્તિકરણને વટાવી ગયેલા જીવો જે કદાગ્રહરહિત હોય છે તે શુદ્ધ ચૈત્યવંદનાના અધિકારી છે એમ જે કહ્યું છે તે આ વિભાગ મુજબ સમજવું. દ્રવ્યલક્ષણા વંદના તો અનાદિભવથી થતી આવે છે, માટે સુજ્ઞ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org