Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 705
________________ પરિશિષ્ટ પાંચમું ધર્મોપકરણો ધર્મભાવની વૃદ્ધિ કરવામાં જે સાધન ઉપકારક છે, ઉપયોગી છે, તે ધર્મોપકરણ કહેવાય છે. એટલે ધર્મોપકરણ એ ધર્મ-ભાવનાનું પ્રતીક છે. અનુયોગદ્વાર-ચૂર્ણિમાં કહ્યું છે કે : ___ सामाइयकउस्स समणोवासगस्स चउविहे धम्मोवगरणे पन्नत्ते तं जहा-ठवणायरिय त्ति मुहपुत्तिअ त्ति जवमालिअ त्ति दंडपाउंछणगं च त्ति -સામાયિક કરનાર શ્રમણોપાસકને ચાર પ્રકારનાં ધર્મોપકરણ હોય છે : (૧) સ્થાપનાચાર્ય, (૨) મુહપત્તી, (૩) જપમાલિકા (નવકારવાળી) અને (૪) દંડપ્રોંછણક-રજોહરણ (ચરવળો). આ ઉપકરણોમાં સ્થાપનાચાર્ય એ વિનયગુણનું પ્રતીક છે. તેની હાજરી ગુરુ પ્રત્યેનો અને પરંપરાએ અરિહંતદેવો પ્રત્યેનો વિનય દર્શાવે છે. મુહપત્તી-મુખવસ્ત્રિકા એ સંયમનું પ્રતીક છે. જરૂર જેટલું જ બોલવું, અને તે પણ પ્રિય, પથ્ય અને તથ્ય એ તેનો મુખ્ય સાર છે. જપમાલિકા એ ઉપાસનાનું પ્રતીક છે. પંચપરમેષ્ઠિની સતત ઉપાસના એ તેનો સંદેશ છે. અને રજોહરણ એ અહિંસાનું પ્રતીક છે. આપણી કોઈ પણ પ્રવૃત્તિથી બીજાને નુકસાન ન થાય-બીજાની હિંસા ન થાય એ રીતે વર્તવાનો તે આદેશ કરે છે. આ વસ્તુઓનાં સ્વરૂપ અને પ્રમાણ કરતાં તેની પાછળ રહેલી ભાવનાને જો સમજવામાં આવે તો તે અંગે કોઈ પણ જાતનો કદાગ્રહ, દુરાગ્રહ કે હઠાગ્રહ થવાનો સંભવ નથી. ઉપકરણોનાં સ્વરૂપ અને પ્રમાણ એ સામુદાયિક શિસ્તપાલન માટે છે, એટલે તેનું એકસરખાપણું જળવાઈ રહે તે ઈચ્છવા યોગ્ય છે. (૧) સ્થાપનાન્ચર્યની મહત્તા અને સ્થાપના-સંબંધી શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે તથા દેવેંદ્રસૂરિએ કેટલાંક સ્પષ્ટ વિધાનો કરેલાં છે, જેનો ઉલ્લેખ પંચિંદિય-સુત્તના વિવરણમાં કરેલો છે. (૨) મુહપત્તી એટલે મુખ ઢાંકવાનું વસ્ત્ર, તેના માટે શાસ્ત્રોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 703 704 705 706 707 708 709 710 711 712