Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 709
________________ ધર્મોપકરણો ૦૬૨૭ ભાવાર્થ :- જીવોની બાહ્ય અને આત્યંતર રજને દૂર કરે છે, તેથી તે રજોહરણ કહેવાય છે. અહીં પ્રમાર્જનરૂપ કાર્યનો રજોહરણરૂપ કારણમાં ઉપચાર છે. આત્યંતર રજ એટલે બંધાતા કર્મની પુદ્ગલ-વર્ગણાઓ. રજોહરણનો ઉપયોગ હાલતાં, ચાલતાં, બેસતાં, ઊઠતાં ભૂમિનું પ્રમાર્જન કરવા માટે તથા કોઈ જીવ-જંતુ આવી જાય તો તેને વગર ઈજાએ દૂર કરવા માટે થાય છે; અને તેથી જ તે સમયનું ખાસ ઉપકરણ ગણાય છે. સાધુને માટે આ ઉપકરણ રાખવાનું ફરજિયાત હોય છે અને તેથી પ્રવ્રજ્યા-સમયે તેને ખાસ વિધિપૂર્વક આપવામાં આવે છે, પરંતુ કેટલાકનું* કહેવું એમ છે કે રજોહરણથી સંમાર્જન કરતાં જીવોની દયા જોઈએ તેવી પળાતી નથી, તેથી તેને સંયમનું સાધન માની શકાય નહિ. પરંતુ તેમનું આ કથન ભૂલ-ભરેલું છે. રજોહરણથી પ્રમાર્જન કરતાં કોઈ જીવને ઈજા પહોંચતી નથી; બલકે જયણાપૂર્વક તેને દૂર ખસેડી શકાય છે અને તેથી તે સંયમનું સાધન છે, એ નિર્વિવાદ છે. રજોહરણના માપ માટે પંચવસ્તુમાં કહ્યું છે કે ઃ बत्तीसंऽगुल- दीहं, चउवीस अंगुलाई दंडस्स । મેમસા-પલિપુળ, વાળ હોફ માળેળ | શા. ૮૪॥ ભાવાર્થ :- રજોહરણ બત્રીસ આંગળ લાંબું હોય છે. (તે માપ પોતપોતાના હાથનું જાણવું.) તેમાં ચોવીસ આંગળનો દંડ હોય છે અને બાકીનો ભાગ દશા-(દશીઓ દિવેટો જેવા સુંવાળા, ગુચ્છ)થી બનેલો હોય છે. આ પ્રકારે રજોહરણનું માપ જાણવું. તેની બનાવટ હાલ જો કે ઊનમાંથી જ થાય છે, પણ પ્રાચીન સમયમાં તેના પાંચ પ્રકારો પ્રસિદ્ધ હતા, તેમ બૃહત્કલ્પના નીચેના પાઠ પરથી જણાય છે : कप्पड़ निग्गंथाण वा निग्गंथीण वा इमाई पंच रयहणाई धारित्तए वा परिहरितए वा तं जहा उण्णिए उट्टिए साणए वच्चय- विप्पए मुंज • चिप्पए नाम पंचमे ॥ કેટલાકનું-દિગંબરોનું. Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 707 708 709 710 711 712