Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૬૨૬ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
મુહપત્તી બાંધી રાખતા હોત તો મૃગાવતીદેવીને આવી ભલામણ કરવી ન પડત. મતલબ કે તેઓ મુહપત્તી હાથમાં રાખતા હતા અને પ્રસંગ પડ્યે જ બાંધતા હતા.
મુહપત્તી એ સાધુનું ચિહ્ન છે. તે માટે શાસ્ત્રવાર્તાસમુચ્ચયવૃત્તિમાં કહ્યું छ 3 मुखवस्त्रोपयोगः-संपातिम-रजोरेणुप्रमार्जनार्थं मुखवस्त्रस्य आदानम्, નિક્ષેપોલિવિયાં પૂર્વ પ્રમાનાર્થ, તિર્થ મુહપત્તીનો ઉપયોગસંપાતિમ (આવી પડતા) જીવો, રજ અને રેણના પ્રમાર્જન માટે મુખવસ્ત્રિકાને ગ્રહણ કરવામાં આવે છે તથા કોઈ વસ્તુને મૂકવા લેવા વગેરેની કાંઈ પણ ક્રિયા કરવી હોય તો પહેલાં તે સ્થળ કે વસ્તુનું પ્રમાર્જન કરવામાં મુહપત્તીનો ઉપયોગ થાય છે. તેમ જ મુનિ-વેષ ખાતર પણ મુહપત્તીની જરૂર છે.
હકીકત આ પ્રમાણે હોવાથી મુહપત્તીની આવશ્યકતા સામાયિકપ્રસંગે સ્વીકારવામાં આવી છે.
(૩) જપમાલિકા એટલે નોકારવાળી. તે સૂતર, રેશમ, ચંદન, રતાંજલી, શંખ, પ્રવાલ, સ્ફટિક, મણિ, સુવર્ણ કે રજત આદિના ૧૦૮ મણકાને સૂત્રમાં પરોવવાથી બને છે. માથે મેરુ હોય છે. તેનો મુખ્ય ઉપયોગ નમસ્કારમંત્રના જાપમાં થતો હોઈને તે નવકારવાળી કે નોકારવાળી કહેવાય છે. લોકો તેને માળાના નામથી પણ ઓળખે છે.
(૪). ચરવળો (ચરવલઉ) * આ ઉપકરણ સાધુના રજોહરણનો જ નાનો નમૂનો છે. તે માટે સેનપ્રશ્નના ત્રીજા ઉલ્લાસમાં ખુલાસો કરેલો છે કે શ્રદ્ધાનાં ૪ નો વરઘના પતિ અર્થાત્ શ્રાવકોનું રજોહરણ ચરવળો જ છે. રજોહરણ એટલે રજને દૂર કરવાનું સાધન. પ્રાકૃત ભાષામાં તે યોદર કે રદ કહેવાય છે. તેનો પરિચય શ્રીહરિભદ્રસૂરિએ પંચવસ્તુમાં નીચે મુજબ આપેલો છે :
हरइ रयं जीवाणं, बज्झ अब्भंतरं च जं तेणं । रयहरणं ति पवुच्चइ, कारण-कज्जोवयाराओ ॥
*
નવતર-પોથી-૭, પૃ. ૫૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org