Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૬૨૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ સાધુ અથવા સાધ્વીઓને પાંચ પ્રકારનાં રજોહરણો ધારણ કરવાનું તથા રાખવાનું કહ્યું છે, તે આ રીતે : ઔર્ણિક, ઔષ્ટિક, શાનક, વલ્કલવિકલ્પક અને મુંજ-વિકલ્પક. તેમાં જે રજોહરણની દશો ઊનની બનેલી હોય તે ઔર્ણિક કહેવાય છે; ઊંટના વાળની બનેલી હોય તે ઔષ્ટ્રિક કહેવાય છે; શણની બનેલી હોય તે શાનક કહેવાય છે. વર્લ્ડ નામના તૃણવિશેષને ફૂટીને બનાવેલી હોય તે વલ્કલ-વિકલ્પક કહેવાય છે; અને મુંજને કૂટીને બનાવેલી હોય તે મુંજ-વિકલ્પક કહેવાય છે.
• ચરવળાનું માપ રજોહરણ જેટલું સંભવે; જો કે કેટલાક સંપ્રદાયો તેની જગ્યાએ છેક નાનો ઊનનો ગુચ્છો કે મોરપીંછ રાખે છે અને કેટલાક તેનું કામ પાથરણા વડે જ કરે છે; પરંતુ સામાયિક એ પ્રાય: સાધુ-જીવનનું અનુકરણ હોવાથી તે સમયે ચરવળો રાખવો એ વધારે યોગ્ય જણાય છે;
કટાસણું સામાન્ય રીતે દોઢ હાથ લાંબું અને હાથ-સવા હાથ પહોળું હોવું જોઈએ, જેથી તેના પર બરાબર બેસી શકાય. ખુલ્લી જમીન કે ફરસબંધી પર ન બેસતાં આ જાતના આસનનો ઉપયોગ કરવાનું કારણ એ છે કે તેનાથી પોતાને એ ખ્યાલ રહે છે કે પોતે સામાયિકમાં છે, તેમ અન્ય લોકો પણ એમ સમજે છે કે આ વખતે એ ધર્મ-ક્રિયામાં છે. માટે એને કોઈ પણ પ્રકારનો વિક્ષેપ કરવો નહિ. તે જ રીતે ઊનના આસનનો ઉપયોગ સૂક્ષ્મ જીવ-જંતુને સહસા બાધક નહિ હોવાથી અહિંસાધર્મના પાલનની દૃષ્ટિએ પણ ઉપયોગી છે.
પુસ્તકો, સાપડો અને ઘડી કે ઘડિયાળ એ સાધનો પણ સામાયિકના સમયમાં પાસે રાખવામાં આવે છે, પણ તેનો સમાવેશ ઉપકરણમાં થતો નથી, કારણ કે તે વૈકલ્પિક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org