Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
જિન-ચૈત્યનો વંદન-વિધિ ૦૬૨૧ सुहफल-जणण-सभावा, चिंतामणिमाइए वि णाभव्वा । पावंति किं पुणेयं, परमं परमपयबीयं ति ॥४६॥
શુભ ફળને આપનારા ચિંતામણિરત્ન વગેરે પદાર્થો અભવ્ય જીવને પ્રાપ્ત થતા નથી, તો પરમપદના બીજ-સમાન આ શ્રેષ્ઠ–શુદ્ધ વંદનાનો લાભ તો તેમને ક્યાંથી જ મળે ? અર્થાત્ ન જ મળે. ૪૬.
भव्वा वि एत्थ णेया, जे आसन्ना ण जाइमेत्तेणं । जमणाइ सुए भणियं, एयं ण उ इट्ठफल-जणगं ॥४७॥
હવે ભવ્ય જીવો જ શુદ્ધ વંદનાના અધિકારી છે, તે હકીકતને લક્ષ્યમાં રાખીને જણાવે છે કે બધા ભવ્ય જીવો શુદ્ધ વંદનાના અધિકારી નથી, કારણ કે જાતિમાત્રથી ભવ્યપણું તો દરેક ભવ્યોને છે અને તે કાંઈ મોક્ષરૂપી ફળને આપતું નથી. પરંતુ તેમાં પુરુષાર્થના યોગે જે આસન્નભવ્યપણું આવે છે, તે જ શુદ્ધ વંદનાનું અધિકારીપણું છે. તાત્પર્ય કે જેમનો મોક્ષ થોડા વખતમાં થવાનો હોય તેમને જ શુદ્ધ વંદના કરવાનો ભાવ ઉત્પન્ન થાય છે ૪૭.
विहि-अपओसो जेसिं, आसण्णा ते वि सुद्धिपत्त त्ति । खुद्दमिगाणं पुण, सुद्धदेसणा सीहणाय-समा ॥४८॥
જેઓને શુદ્ધ વિધિ તરફ કોઈ પણ પ્રકારનો દ્વેષ નથી, તેઓ કર્મના ક્ષયોપશમથી શુદ્ધિને પામે છે, તેથી તેમને પણ આસન્નભવ્ય સમજવા. બાકી જેઓ ક્ષુદ્ર મૃગલા જેવા છે તેમને તો ચૈત્યવંદન-વિધિની આ શુદ્ધ દેશના સિંહ-નાદ સમી ભયંકર લાગશે. ૪૮.
आलोचिऊण एवं, तंतं पुव्वावरेण सूरिहिं । विहि-जत्तो कायव्वो, मुद्धाण हियट्ठया सम्मं ॥४९॥
આ પ્રકારે ધર્માચાર્યોએ આગમમાં જણાવેલી બધી હકીકતોનો પૂર્વાપર બરાબર વિચાર કરીને શુદ્ધ વિધિ માટે પ્રયત્ન કરવો કે જે મુગ્ધજનોના હિતને માટે થાય. તાત્પર્ય કે તેમણે પોતે શુદ્ધ વિધિ કરવો કે જેથી મુગ્ધજનો પણ તેમને જોઈને શુદ્ધ ક્રિયામાં પ્રવૃત્ત થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org