________________
જિનચૈત્યનો વંદન-વિધિ ૦૬૧૯
છેતરવા સિવાય બીજું શું હોઈ શકે ? ૩૬.
तं पुण अणत्थफलदं, हाहिगयं जमणुवओगि त्ति । आय-गयं चिय एत्यं, चिंतिज्जइ समय-परिसुद्धं ॥३७॥
ત્રીજા, ચોથા પ્રકારમાં જણાવેલું મુગ્ધજનોને છેતરવારૂપ અનર્થકારી ફળ આ સ્થળે અનુપયોગી હોવાથી જણાવ્યું નથી. જ્યારે પહેલા અને બીજા પ્રકારમાં જણાવેલા અનુષ્ઠાનનું ફળ ઉત્તમ હોવાથી તેનો વિચાર આગમાનુસાર કરવો. ૩૭.
भावेणं वण्णादिहिं, चेव सुद्धेहिं वंदणा च्छेया । मोक्खफल च्चिय एसा जहोइयगुणा य णियमेणं ॥३८॥
શુદ્ધ ભાવ અને શુદ્ધ વર્ષોચ્ચાર, અર્થ-ચિંતન આદિ વડે કરાતી વંદના પ્રથમ પ્રકારના રૂપિયા તુલ્ય જાણવી. આવી વંદના યથોદિત ગુણવાળી હોઈને નિશ્ચયે મોક્ષફળને આપે છે જ. ૩૮.
भावेणं वण्णादिहि, तहा उ जा होइ अपरिसुद्ध त्ति । बीयगरूवसमा खलु, एसा वि सुह त्ति णिहिट्ठा ॥३९॥
શુદ્ધ ભાવવાળી પણ વર્ષોચ્ચાર અને અર્થ-ચિંતનથી અશુદ્ધ વંદના બીજા રૂપિયા જેવી છે. તે અભ્યાસ-દશાને બહુ સુખકારી છે. ૩૯.
भाव-विहूणा वण्णाइएहिं सुद्धा वि कूडरूव-समा । उभय-विहूणा णेया, मुद्दप्पाया अणिट्ठफला ॥४०॥
ભાવ-વગરની વંદના વર્ણ વગેરેથી શુદ્ધ હોય તો પણ તે ત્રીજા પ્રકારના રૂપિયા જેવી ખોટી છે અને ઉભય-શુદ્ધિ વગરની વંદના ચોથા પ્રકારના રૂપિયા જેવી હોવાથી અનિષ્ટ ફળને આપનારી છે. ૪૦.
होइ य पाएणेसा, किलिट्ठसत्ताणं मदबुद्धीणं । પાન તુષા-પાત્રા, વિલેસ ટુર્સમાણ ૩ ૪
પ્રાયઃ આવી અશુદ્ધ વંદના ભારેકર્મી અને જડબુદ્ધિવાળાને સંભવે છે જેનું ફળ દુર્ગતિ છે. પરંતુ ખેદની વાત એ છે કે આ દુષ્કમ કાલમાં તો વિશેષતઃ આવી અશુદ્ધ વંદના પ્રવર્તે છે. ૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org