________________
૬૧૮ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
પુરુષોએ હવે એવી વંદના કરવી કે જે મોક્ષને મેળવવામાં અનન્ય કારણભૂત
થાય. ૩૧.
णो भावओ इमीए, परो वि हु अवडपोग्गला अहिगो । संसारो जीवाणं, हंदि पसिद्धं जिणमयम्मि ॥३२॥
જિનમતમાં એ વાત પ્રસિદ્ધ છે કે શુદ્ધ ભાવવંદનાના યોગે જીવને અર્ધપુદ્ગલ-પરાવર્તનથી અધિક સંસારભ્રમણ રહેતું નથી. ૩૨.
इय तंतजुत्तिओ खलु, णिरूवियव्वा बुहेर्हि एस ति । ण हु सत्तामेत्तेणं, इमीए इह होइ णेव्वाणं ॥३३॥
આ પ્રમાણે શાસ્ત્રયુક્તિથી બુદ્ધિવંત જનોએ આ ચૈત્યવંદનાનો સારી રીતે વિચાર કરવો, અને માત્ર ચૈત્યવંદનાની સત્તાથી એટલે સદ્ભાવ માત્રથી-મોક્ષ પ્રાપ્ત થતો નથી; પરંતુ તે પ્રમાણે ભાવશુદ્ધિ પણ જોઈએ છે, તેથી ભાવશુદ્ધિને માટે પ્રયત્ન કરવો. ૩૩.
किंचेह च्छेय-कूडग- रूवगणायं भणंति समयविऊ । तंतसु चित्तभेयं तं पि हु परिभावणीयं तु ॥३४॥
?
વળી આવશ્યક-નિર્યુક્તિ-પ્રમુખ શાસ્ત્રોમાં સિદ્ધાંતના જાણ પુરુષો ચાર પ્રકારના સાચા-ખોટા રૂપિયાનું દૃષ્ટાંત આપે છે, તે અહીં ચૈત્યવંદનના પ્રસંગે સારી રીતે વિચારવા યોગ્ય જ છે. ૩૪.
दव्वेणं टंकेण य, जुत्तो च्छेओ हु रूवगो होइ । ટ-વિદ્દો દ્વે, વિ ળ હતુ ાંતો ત્તિ રૂ
જેમાં સોનું-રૂપું વગેરે સાચું અને છાપ પણ સાચી તે રૂપિયો સાચો સમજવો. જેમાં છાપ ખરી ન હોય અને સોનું-રૂપું સાચું હોય તે રૂપિયો સર્વથા સાચો ન હોવા છતાં દ્રવ્યથી સાચો સમજવો. ૩૫.
अद्दव्वे टंकेण वि, कूडो तेण वि विणा उ मुद्दति । फलमेत्तो एवं चिय, मुद्धा पयारणं मोत्तुं ॥३६॥
સોનું-રૂપું વગેરે ખોટું છતાં ઉપર છાપ સાચી હોય તો તે રૂપિયો ખોટો જ જાણવો અને છાપ પણ ખોટી હોય તો કહેવું જ શું ? અર્થાત્ તે તદ્દન ખોટો સમજવો. આવા ખોટા રૂપિયા જેવી ક્રિયાઓનું ફળ મુગ્ધજનોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org