Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૩૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
બોલવો. આથી સ્થાપનાવિધિ સંપૂર્ણ થાય છે. (ગુરુમહારાજના સ્થાપનાચાર્ય જો લભ્ય હોય તો ઉપર પ્રમાણે વિધિ કરવાની આવશ્યકતા નથી.) હવે પછીની બધી ક્રિયાઓ સ્થાપનાચાર્યની સંમુખ કરવાની છે.
૨. ક્રિયાનો આદેશ માગવો
ખમા. પ્રણિ.
ઇચ્છા.
ઇરિયા.
ઇચ્છું.
૩. ઇર્યાપથ-પ્રતિક્રમણ વિધિ
(અ) ઇરિયાવહિય-સુત્ત (ઇરિયાવહી સૂત્ર), (આ)ઉત્તરીકરણ-સુત્ત (તસ્સ ઉત્તરી સૂત્ર, અને
(ઇ) કાઉસ્સગ્ગ-સુત્ત (અન્નત્થ સૂત્ર)ના પાઠો અનુક્રમે બોલવા. (ઈ) પછી (ઉત્તરી કરણાદિ માટે) પચીસ શ્વાસોચ્છ્વાસ-પ્રમાણ કાયોત્સર્ગ ધ્યાન માટે ચંદેસુ નિમ્મલયરા સુધીનો ચવીસત્થય-સુત્ત(લોગસ્સ સૂત્ર)નો પાઠ મનમાં સ્મરણ કરવો. જો આ પાઠ ન આવડતો હોય તો તેના સ્થાને નમુક્કાર(નવકારમંત્ર)ના પાઠનું ચાર વખત સ્મરણ કરી શકાય છે.
(ઉ) કાયોત્સર્ગ-ધ્યાનમાં સ્મરણ પૂરું થતાં નમો અરિહંતાણં પદનો પ્રકટ ઉચ્ચાર કરવો.
(ઊ) પછી ચઉવીસત્થય-સુત્ત(લોગસ્સ સૂત્ર)નો પાઠ પ્રકટ રીતે બોલવો. ૪. મુહ. પડી.નો આદેશ
પછી ખમા. પ્રણિ.
ઇચ્છા. સામાયિક મુહપત્તી પડિલેહું ? (ગુરુ કહે, પડિલેહેહ.) ઉપાસક કહે, ઇચ્છું.
૫. મુહ. ડિ.
પછી ઉભડક પગે બેસીને મુહપત્તીની વિધિસર પડિલેહણા કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org