Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ચતુર્વિશતિ-સ્તવનું રહસ્ય ૦૫૯૩
(૬) ભાવ-મંગલ શ્રીતીર્થકર દેવો સ્તવ-સ્તુતિ-મંગલનું ફળ દર્શાવતાં શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ઓગણત્રીસમા અધ્યયનમાં કહ્યું છે કે-થ-શુ-મંન્ને મંત્તે ! ની જિ નJય ? (ત્તર) નાળ-સંસUT-ચરિત્ત-વોર્તિામાં संजणइ, नाण-दंसण-चारित्त-बोहिलाभ-संपन्ने णं जीवे अंतकिरियं कप्पविमाणोववत्तियं आराहणं आराहेइ ॥१४॥
“હે ભગવન્ ! સ્તવ અને સ્તુતિરૂપ ભાવ-મંગલથી જીવ ક્યા લાભને પ્રાપ્ત કરે છે ?
(ઉત્તરમાં ભગવાન જણાવે છે કે હે શિષ્ય !) સ્તવ અને સ્તુતિ રૂપ ભાવ-મંગલથી જીવ જ્ઞાન-બોધિ, દર્શનબોધિ અને ચારિત્ર-બોધિના લાભને પ્રાપ્ત કરે છે અને તે રીતે જ્ઞાન-બોધિ, દર્શન-બોધિ અને ચારિત્રબોધિનો લાભ થતાં તે જીવ કલ્પવિમાનમાં ઉત્પન્ન થવાપૂર્વક મોક્ષમાં જાય છે.
બોધિ શબ્દ અહીં સમ્યફ અર્થમાં વપરાયેલો છે. તેથી જ્ઞાન-બોધિ, દર્શન-બોધિ અને ચારિત્ર-બોધિનો અર્થ સમ્યગુજ્ઞાન, સમ્યગુદર્શન અને સમ્યક્રચારિત્ર સમજવાનો છે, કે જે મોક્ષમાર્ગનાં અનિવાર્ય પગથિયાં છે. આ કથનનું તાત્પર્ય એ છે કે શ્રી તીર્થંકરદેવોનાં સ્તવન અને સ્તુતિ રૂપ ભાવમંગલથી દર્શનની શુદ્ધિ થવા ઉપરાંત જ્ઞાન અને ક્રિયા દ્વારા મોક્ષ સુખને માણે છે.
સ્તવ-લોગસ્સ સૂત્ર એ ચોવીસ જિનોનું સ્તવ અથવા સ્તુતિ છે. ઉત્તમ ગુણોનું કથન અને રૂપનું સ્મરણ એ બે પ્રકારે સ્તુતિ થાય છે. નામ અને રૂપના જોડકામાં નામનું પ્રાથમ્ય હોવાથી પ્રસ્તુત સૂત્રમાં નામનું સ્મરણ અથવા કીર્તન અને ગુણોનું કથન-એ પ્રકારે વ્યવસ્થા છે. ચતુર્વિશતિ જિનોને વંદન કરતી વખતે તેમના ગુણોને લક્ષ્યમાં લાવવામાં આવે તો જ તે વંદન સાર્થક ગણાય.
ગુણો-શ્રીઅરિહંત દેવના જે બાર ગુણો જણાવવામાં આવે છે તેમાં આઠ પ્રાતિહાર્યરૂપ ગુણો છે અને ચાર મૂલાતિશયો રૂપ ગુણો છે. આઠ પ્રાતિહાર્ય દ્વારા થતી ભગવાનની પૂજા તે ભગવાનના ગુણ અથા લક્ષણ રૂપ પ્ર-૧-૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org