Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ચતુર્વિશતિ-સ્તવનું રહસ્ય ६०८
રોગી જનોએ જેના ગુણ જાણ્યા નથી, તેવાં રત્નો, જેમ રોગીના વર, શૂળ પ્રમુખ રોગોને શમાવે છે, તેમ પૂર્વોક્ત પ્રશસ્ત ભાવરચનાવાળાં અજ્ઞાત-ગુણવાળાં સ્તુત-સ્તોત્રરૂપ ભાવરત્નો પણ કર્મ-જવર વગેરેને શમાવે છે.
ઉપસંહાર
ચતુર્વિંશતિ-સ્તવનું રહસ્ય અગાધ છે અને તે વૈખરી વાણીથી પૂર્ણ રીતે સમજાવી શકાય તેમ નથી. છતાં મુમુક્ષુ આત્માઓ આ બીજા આવશ્યકનું રહસ્ય સમજવા માટે પ્રયત્નશીલ થાય તે ઉદ્દેશથી આટલી વિચારણા કરેલી છે. તે પરથી વિશેષજ્ઞ તેમાં વિશેષ રીતે પ્રવૃત્ત થાય અને સામાન્ય મનુષ્યો તેની વાસ્તવિક ગંભીરતાને પિછાની તેમાં વીર્યોલ્લાસ કરે, એ જ અભ્યર્થના.
૫.-૧-૩૯ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org