Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
જિન-ચૈત્યનો વંદન-વિધિ ૦૬૧૩ ઉચ્ચાર કરતાં તેના અર્થની વિચારણા. (૩) આરાધ્ય અરિહંતદેવ પ્રત્યે બહુમાન. (૪) વંદનની ક્રિયા કરવાની તક મળવા બદલ હૃદયમાં આનંદની લાગણી અને (૫) ભવ-ભ્રમણનો ભય કે નિર્વેદ. ૯.
वेलाइ विहाणंमि य, तग्गय-चित्ताइणा य विण्णेओ । तव्वुड्विभाव-भावेहि, तह य दव्वेयर-विसेसो ॥१०॥
વેલા વંદન, તર્ગત ચિત્તાદિ અને ભાવ-વૃદ્ધિ આદિ જેમાં હોય તે દ્રવ્યથી ઇતર એટલે ભાવ-વંદના જાણવી. ૧૦.
सइ संजाओ भावो, पायं भावंतरं जओ कुणइ । ता एयमेत्थ पवरं, लिंगं सइ भाव-वुड्डी तु ॥११॥
એક વાર ઉત્પન્ન થયેલો શુભ ભાવ પ્રાયઃ બીજા શુભ ભાવને ઉત્પન્ન કરે છે, તેથી કોઈ પણ પ્રકારે શુભ ભાવને ઉત્પન્ન કરવા માટે પ્રયત્ન કરવો. તે જ ભાવ-વંદનાનું શ્રેષ્ઠ લક્ષણ છે. ૧૧.
अमए देह-गए जह, अपरिणयम्मि वि सुभा उ भाव त्ति । तह मोक्ख-हेउ अमए, अण्णेहि वि हंदि णिहिट्ठा ॥१२॥
જેમ શરીરમાં સંચરેલું અમૃત ધાતુરૂપે પરિણમ્યું ન હોય તો પણ તે સુખદાયી જ થાય છે, તેમ મોક્ષના હેતુરૂપ ભાવ-અમૃત હૃદયમાં ઉત્પન્ન થવાથી તે સુખદાયી જ થાય છે. આમ (પતંજલિ આદિ) બીજાઓએ પણ કહ્યું છે. ૧૨.
मंताइ-विहाणम्मि वि, जायइ कल्लाणिणो तहिं जत्तो । एत्तोऽधिगभावाओ, भव्वस्स इमीए अहिगो त्ति ॥१३॥
કલ્યાણના અર્થીનો મંત્રાદિ-વિધાનમાં પણ પ્રયત્ન હોય છે, તો તેથી અધિક ફળ આપનાર ચૈત્યવંદનાને વિશે ભવ્ય જીવનો અધિક પ્રયત્ન હોવો જોઈએ. ૧૩.
एईए परमसिद्धी, जायइ जत्तो दढं तओ अहिगा । जत्तम्मि वि अहिगत्तं, भव्वस्सेयाणुसारेण ॥१४॥
મંત્રાદિ વડે સામાન્ય સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, જ્યારે ચૈત્યવંદના વડે પરમ સિદ્ધિ (મોક્ષ) પ્રાપ્ત થાય છે, એ વાતનો ખ્યાલ કરીને ભવ્ય જીવોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org