Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૬૧૨૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
સમાધિ યથાશક્તિ ગુરુ અને દેવની સેવા કરવાનો નિયમ, એ સમ્યગ્દષ્ટિનાં લક્ષણો છે. પ.
मग्गाणुसारि सड्ढो, पण्णवणिज्जो कियापरो चेव । गुणरागी सक्कारंभ-संगओ तह य चारित्ती ॥६॥
તે જ રીતે ચારિત્રી એટલે વિરતિવંત, માર્ગાનુસારી, શ્રદ્ધાવંત, સરલતાથી સમજે તેવો, સ્વધર્મક્રિયામાં સાવધાન, સગુણનો અનુરાગી અને શકય અનુષ્ઠાનમાં આળસ વગરનો હોય છે. ૬.
एते अहिगारिणो इह, ण उ सेसा दव्वओ वि जं एसा । इयरीए जोग्गयाए, सेसाण उ अप्पहाण त्ति ॥७॥
આ અપુનબંધક, સમ્યગૃષ્ટિ અને વિરતિવંત જીવો અહીં વંદનાના અધિકારી છે, પણ બીજા નથી. દ્રવ્યથી પણ આ વંદનાની યોગ્યતા તેઓને જ હોય છે, અપુનબંધકાદિ સિવાયના જીવોને અપ્રધાન દ્રવ્યવંદના હોય છે. ૭.
ण य अपुणबंधयाओ, परेण इह जोग्गया वि जुत्त त्ति । ण य ण परेण वि एसा, जमभव्वाणं पि णिहिट्ठा ॥८॥
અપુનબંધક સિવાયના બીજા જીવોને (સકૃત બંધક, દ્વિબંધક, મિથ્યાદષ્ટિ વગેરેને) ભાવવંદના સંબંધી યોગ્યતા પણ ઘટતી નથી, કારણ કે દ્રવ્યવંદના તો અભવ્ય જીવોને પણ હોય છે. ૮.
लिंगा ण तिए भावो, ण तयत्थालोयणं ण गुणरागो ।
णो विम्हओ ण भव-भयमिय वच्चासो य दोण्हं पि ॥९॥
વંદનાનાં લક્ષણો આ પ્રમાણે સમજવાં. જેમાં ઉપયોગ ન હોય, જેમાં ચૈત્યવંદનના અર્થની વિચારણા ન હોય, જેમાં વંદનને યોગ્ય અરિહંતાદિકના ગુણો પ્રત્યે બહુમાન ન હોય, જેમાં વંદનનો અવસર મળવા બદલ ચિત્તને પ્રમોદ ન હોય અને જેમાં ભવ-ભ્રમણનો ભય સ્પષ્ટ રીતે વ્યક્ત થતો ન હોય તે દ્રવ્યવંદના જાણવી તથા તેથી વિપરીત લક્ષણોવાળી ભાવ-વંદના જાણવી. તાત્પર્ય કે ભાવ-વંદનાનાં મુખ્ય લક્ષણો પાંચ છે. (૧) ક્રિયામાં સતત ઉપયોગ, લક્ષ્ય કે સાવધાની. (૨) સ્તુતિ, સ્તોત્ર કે સૂત્રનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org