Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૬૧૪ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ ચૈત્યવંદનામાં ઘણો વધારે પ્રયત્ન કરવો જોઈએ. ૧૪.
पायं इमी जत्ते, ण होइ इहलोगिया वि हाणि त्ति । णिरुवक्कम - भावाओ, भावो वि हु तीइ छेयकरो ॥१५॥
આમાં યત્ન કરવાથી પ્રાયઃ ઇહલૌકિક હાનિ નથી, તેમ છતાં પૂર્વના નિરુપક્રમ કર્મ વડે હાનિ થાય તો ચૈત્યવંદનાના ભાવ વડે તેના અનુબંધનો છેદ થાય છે. ૧૫
मोक्खद्ध- -તુન-ફળ, યં તે સેક્ષમાળ વિપત્તિનું ! भावेयव्वमिणं खलु, सम्मं ति कयं पसंगेणं ॥ १६ ॥
આ ભાવવંદન મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરનારને કર્મ કે કષાયરૂપ ચોરાદિકના ઉપદ્રવથી બચવા માટે દુર્ગ જેવું છે. અન્ય દર્શનકારોએ પણ તેને એ પ્રકારનું કહેલું છે; તેથી તેના પર સારી રીતે વિચાર કરવો એટલે એ સંબંધી વધારે ઉલ્લેખ કરવાથી સર્યું. ૧૬.
पंचंगो पणिवाओ, थय- पाढो होइ जोगमुद्दाए । वंदण जिणमुद्दाए, पणिहाणं मुत्तसुत्तीए ॥१७॥
પંચાંગ પ્રણિપાતવાળો શક્રસ્તવનો પાઠ યોગમુદ્રાએ બોલવો, વંદન જિનમુદ્રા વડે કરવું અને પ્રણિધાન મુક્તાશક્તિમુદ્રા વડે કરવું (શક્રસ્તવમાં આદિ અને અંતભાગે પંચાંગમુદ્રા વડે પ્રણિપાત એટલે નમસ્કાર કરવો તે પંચાંગ-પ્રણિપાત. વંદન શબ્દથી અહીં અરિહંત-ચેઈયાણં આદિ જિનબિંબની સ્તવનારૂપ દંડકપાઠો સમજવા. પ્રણિધાન એટલે શુભાર્થ-પ્રાર્થના આદિરૂપ ચિત્તની વિશિષ્ટ એકાગ્રતા. તે જય વીયરાય ઇત્યાદિ પાઠરૂપ સમજવી.) ૧૭.
दो जाणू दोणि करा, पंचमगं होइ उत्तमंगं तु । सम्मं संपणिवाओ, णेओ पंचंग-पणिवाओ ॥१८॥
બે ઢીંચણ, બે .હાથ અને પાંચમું મસ્તક, એ પાંચ અંગો સમ્યગ્ ભક્તિથી પૃથ્વી ઉપર લગાડવાં, તે પંચાગ-પ્રણિપાત જામવો. ૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org