Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 693
________________ જિન-ચૈત્યનો વંદન-વિધિ ૭ ૬૧૧ છે. જેમ કે : सिद्धमरूवमणिदियमणवज्जमच्वयं वीरं । પળમામિ સયત-તિુવળ-મથય-ચૂડાળિ સિરસા ॥ સિદ્ધ, અરૂપી, અગોચર, અનવદ્ય-પવિત્ર, સ્થિર સ્વભાવવાળા અને સમગ્ર ત્રણ ભુવનના મસ્તકના ચૂડામણિ જેવા શ્રીમહાવીરસ્વામીને હું મસ્તક વડે નમસ્કાર કરું છું. (દંડક એટલે અરિહંત-ચેઈઆણં આદિ સૂત્રો, સ્તુતિ પ્રસિદ્ધ છે. તેનું યુગલ એટલે દંડક અને સ્તુતિનું યુગલ. સંપૂર્ણ વિધિ એટલે પાંચ અભિગમ સાચવવાપૂર્વક, ત્રણ પ્રદક્ષિણા-યુક્ત પૂજા કર્યા બાદ પાંચ પ્રસિદ્ધ દંડકો, ત્રણ સ્તુતિ અને જયવીયરાય આદિ પ્રણિધાનત્રિકનો પાઠ બોલવો તે.) ૨. अहवा वि भावभेया, ओघेण अपुणबंधगाईण । सव्वा वि तिहा णेया, सेसाणमिमी ण जं समए ॥३॥ અથવા તો સામાન્ય રીતે અપુનર્બંધક વગેરે યોગ્ય જીવોના પરિણામ-વિશેષ કે ગુણસ્થાનક-વિશેષથી સર્વ ચૈત્યવંદના જધન્યાદિ ત્રણ પ્રકારે જાણવી, કારણ કે બાકીના જીવોને આ પ્રકારની વંદના હોતી નથી. અપુનર્બંધક વગેરે શબ્દથી અપુનર્બંધક, અવિરત સમ્યગ્દષ્ટિ અને વિરતિવંત સમજવા. તેમાં અપુનર્બંધકને ધન્ય વંદના હોય, અવિરત સમ્યગ્દષ્ટિને મધ્યમ વંદના હોય અને વિરતિવંતને ઉત્કૃષ્ટવંદના હોય. વંદનાના આ ત્રણ ૩. પ્રકારના અધિકારીઓનો પરિચય આગલી ગાથામાં આપેલો છે. पावं ण तिव्वभावा कुणइ, ण बहु मण्णई भवं घोरं । उचिय - ठिई च सेवइ, सव्वत्थ वि अपुणबंधोति ॥४॥ જે તીવ્ર અધ્યવસાયો વડે પાપકર્મ કરે નહિ, ભયંકર ભવ-સાગરને સારો ગણે નહિ તથા સર્વત્ર ઉચિત મર્યાદાનું પાલન કરે, તેને અપુનબંધક જાણવો. ૪ सुस्सूस धम्मराओ, गुरुदेवाणं जहा समाहीए । वेयावच्चे णियमो, सम्मद्दिट्ठिस्स लिंगाई ॥५॥ શાસ્ત્ર-શ્રવણની તીવ્ર ઇચ્છા, ધર્મને વિશે અત્યંત રાગ અને યથા For Private & Personal Use Only www.jainelibrary.org Jain Educaɣernational

Loading...

Page Navigation
1 ... 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712