________________
જિન-ચૈત્યનો વંદન-વિધિ ૭ ૬૧૧
છે. જેમ કે :
सिद्धमरूवमणिदियमणवज्जमच्वयं वीरं ।
પળમામિ સયત-તિુવળ-મથય-ચૂડાળિ સિરસા ॥ સિદ્ધ, અરૂપી, અગોચર, અનવદ્ય-પવિત્ર, સ્થિર સ્વભાવવાળા અને સમગ્ર ત્રણ ભુવનના મસ્તકના ચૂડામણિ જેવા શ્રીમહાવીરસ્વામીને હું મસ્તક વડે નમસ્કાર કરું છું.
(દંડક એટલે અરિહંત-ચેઈઆણં આદિ સૂત્રો, સ્તુતિ પ્રસિદ્ધ છે. તેનું યુગલ એટલે દંડક અને સ્તુતિનું યુગલ. સંપૂર્ણ વિધિ એટલે પાંચ અભિગમ સાચવવાપૂર્વક, ત્રણ પ્રદક્ષિણા-યુક્ત પૂજા કર્યા બાદ પાંચ પ્રસિદ્ધ દંડકો, ત્રણ સ્તુતિ અને જયવીયરાય આદિ પ્રણિધાનત્રિકનો પાઠ બોલવો તે.) ૨. अहवा वि भावभेया, ओघेण अपुणबंधगाईण । सव्वा वि तिहा णेया, सेसाणमिमी ण जं समए ॥३॥
અથવા તો સામાન્ય રીતે અપુનર્બંધક વગેરે યોગ્ય જીવોના પરિણામ-વિશેષ કે ગુણસ્થાનક-વિશેષથી સર્વ ચૈત્યવંદના જધન્યાદિ ત્રણ પ્રકારે જાણવી, કારણ કે બાકીના જીવોને આ પ્રકારની વંદના હોતી નથી. અપુનર્બંધક વગેરે શબ્દથી અપુનર્બંધક, અવિરત સમ્યગ્દષ્ટિ અને વિરતિવંત સમજવા. તેમાં અપુનર્બંધકને ધન્ય વંદના હોય, અવિરત સમ્યગ્દષ્ટિને મધ્યમ વંદના હોય અને વિરતિવંતને ઉત્કૃષ્ટવંદના હોય. વંદનાના આ ત્રણ
૩.
પ્રકારના અધિકારીઓનો પરિચય આગલી ગાથામાં આપેલો છે.
पावं ण तिव्वभावा कुणइ, ण बहु मण्णई भवं घोरं । उचिय - ठिई च सेवइ, सव्वत्थ वि अपुणबंधोति ॥४॥
જે તીવ્ર અધ્યવસાયો વડે પાપકર્મ કરે નહિ, ભયંકર ભવ-સાગરને સારો ગણે નહિ તથા સર્વત્ર ઉચિત મર્યાદાનું પાલન કરે, તેને અપુનબંધક જાણવો. ૪
सुस्सूस धम्मराओ, गुरुदेवाणं जहा समाहीए । वेयावच्चे णियमो, सम्मद्दिट्ठिस्स लिंगाई ॥५॥
શાસ્ત્ર-શ્રવણની તીવ્ર ઇચ્છા, ધર્મને વિશે અત્યંત રાગ અને યથા
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Educaɣernational