Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પરિશિષ્ટ ચોથું શ્રી હરિભદ્રસૂરિ-વિરચિત જિનચૈત્યનો વંદન-વિધિ
[પંચાશક ત્રીજું પરમતત્ત્વજ્ઞ યાકિનીમહત્તરા-ધર્મસૂનુ સૂરિ-પુરંદર શ્રીહરિભદ્રસૂરિએ વિવિધ ગ્રંથોની રચના કરીને વિશ્વ પર મહાન ઉપકાર કર્યો છે. આ ગ્રંથોમાં તેમણે યોગ, અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, ન્યાય અને અનુષ્ઠાન વગેરેનું રહસ્ય ઘણી જ ખૂબીથી યુક્તિપૂર્વક સમજાવ્યું છે. એ ગ્રંથો પૈકીનો એક ગ્રંથ પંચાશક છે કે જેની અંદર શ્રાવક-ધર્મ, દીક્ષા, પૂજા, ચૈત્ય-વંદન આદિ મહત્ત્વના વિષયો ઉપર પચાસ પચાસ ગાથામાં અતિમાર્મિક વિવેચન કરવામાં આવ્યું છે. આ પંચાશકો પૈકી ત્રીજું પંચાશક ચૈત્યવંદનની વિધિને લગતું છે, જે અહીં પ્રસ્તુત જાણીને, મૂળ તથા ભાષાંતર સાથે આપવામાં આવ્યું છે. આશા છે કે તેના પઠન-પાઠનથી સહુ કોઈને ચૈત્યવંદનની અપૂર્વ શક્તિનું ભાન થશે અને હવે પછી તેનો વિધિ શુદ્ધિ-પૂર્વક કરવા તરફ પૂરતું ધ્યાન અપાશે.
नमिऊण वद्धमाणं, सम्मं वोच्छामि वंदण-विहाणं । उकोसाइ-तिभेयं मुद्दा-विण्णास-परिसुद्धं ॥१॥
શ્રી વર્ધમાનસ્વામીને સમ્યગૂ ભાવપૂર્વક નમસ્કાર કરીને ઉત્કૃષ્ટ, મધ્યમ, અને જઘન્ય એ ત્રણ ભેદોવાળું તથા અંગવિન્યાસ-લક્ષણરૂપ મુદ્રાથી વિશુદ્ધ એવું ચૈત્યવંદનવિધિનું સ્વરૂપ હું સંક્ષેપથી કહું છું. ૧.
णवकारेण जहण्णा, दंडगथुइ-जुयल मज्झिमा णेया । संपुण्णा उक्कोसा, विहिणा खलु वंदणा तिविहा ॥२॥
નમસ્કાર વડે જઘન્યા, દંડક અને સ્તુતિ-યુગલ વડે મધ્યમા તથા સંપૂર્ણ વિધિ વડે ઉત્કૃષ્ટ, એમ વંદના ત્રણ પ્રકારની છે.
નમસ્કાર શબ્દથી અહીં માત્ર નમસ્કારરૂપ ટૂંકી સ્તુતિ સમજવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org