Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ચતુર્વિશતિ-સ્તવનું રહસ્ય ૦૬૦૭ કરવામાં આવી છે. તેથી આ ગાથાઓને પ્રણિધાન-ગાથા-ત્રિક કહેવામાં આવે છે.
હૃદયગત ભાવોને પ્રકટ કરવા માટે થિમ શબ્દ દ્વારા જિનવરોનું (અભિમુખ ભાવથી ખવાયેલા એવો અર્થ કરીને) સંનિધાન કરવામાં આવ્યું છે, અર્થાત ચતુર્વિશતિ જિનવરોને બુદ્ધિની સમીપ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
પાંચમી ગાથામાં પરમાત્મા પ્રસન્ન થાઓ એવી સ્તુતિ છે. છઠ્ઠી ગાથામાં આરોગ્યાદિની યાચના છે. વસ્તુતઃ વિજ્ઞપરંપરાનો જય કરવાનું સામર્થ્ય પ્રગટે તેવી અભિલાષા તેમાં રહેલી છે.
કેવળજ્ઞાનના પ્રકાશપૂર્વકના વચનરૂપી દીપકથી ઉદ્યોત કરવાના સ્વભાવવાળા-એ પ્રકારે જેમને શરૂઆતમાં સ્તવ્યા હતા તેમના વિશે મનની વિશિષ્ટ એકાગ્રતાપૂર્વક અનુચિંતન કરતાં તેઓ તેજના મહાઅંબારસ્વરૂપ અવભાસમાન થાય છે. ૧ પહેલાં, અનેક ચંદ્રો કરતાં વધારે નિર્મલ જ્યોતસ્વરૂપ, જે પછી અનેક સૂર્યો કરતાં વધારે તેજોમય અને જાજવલ્યમાન સ્વરૂપ, અને ત્યારપછી અકથ્ય આનંદના મહાસાગર સ્વરૂપ જેથી તેઓ સ્વયંભૂરમણ સમુદ્રથી પણ વધારે ગંભીર, જણાય છે.
આ પ્રમાણે પ્રણિધાન, પ્રવૃત્તિ અને વિધ્વજય થતાં ઇષ્ટ ફળની સિદ્ધિ થાય છે અને તે થતાં વિનિયોગ સુલભ બને છે. પ્રસ્તુતમાં સાતમી
૨. માત્મશું ચૈત્નીવય-પ્રકાશવ... ... ૨. જ્યોતિ: પરં પરસ્તીત, તમસો .... ૩. આત્યિવર્ણમમi, ... ... ૪. તિમિતતરોધસમમ્ ... .....
ષોડશક પ્રકરણ, (પંચદશષોડશક) ગાથા ૧૨થી ૧૫ ५. प्रणिधि प्रवृत्ति विघ्नजय-सिद्धि विनियोगभेदतः प्रायः । धर्मज्ञैराख्यातः, शुभाशयः पञ्चधाऽत्र विधौ ॥६।।
-ષોડશક પ્રકરણ, (તૃતીય ષોડશક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org