Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ચતુર્વિશતિ-સ્તવનું રહસ્ય ૦૬૦૩ તેવી રીતે ગુણોની જે પ્રશંસા અને તેવા ગુણો ઉપર જે રાગ તે જ ખરેખર ગુણ-પ્રશંસા અને ગુણાનુરાગ હોઈ રાગ સ્વરૂપ છતાં ભક્તિરાગ જ ગણાય છે, તે નેહરાગ કહેવાતો નથી. તેથી તેનો સંબંધ નિર્જરા સાથે છે.
અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાં રહેલો જીવ પોતાની ભાવસ્થિતિનો પરિપાક થવાના યોગે સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળે છે ત્યારે તેમાં કર્મનો ક્ષયોપશમ કે એવાં કોઈ કારણો કાંઈ ભાગ ભજવતાં નથી. માત્ર ભવસ્થિતિ-કાળલબ્ધિ જ ભાગ ભજવે છે. ત્યાંથી બહાર નીકળ્યા પછી યથાપ્રવૃત્તિકરણના યોગે કર્મોનો જે ક્ષયોપશમ તે કરે છે તેના કરતાં ગુણપ્રાપ્તિ દ્વારાએ થતો કર્મોનો ક્ષયોપશમ અધિક અને વૈશિસ્ત્રપૂર્ણ હોય છે. ગુણાનુરાગ વિના ગુણપ્રાપ્તિ સંભવતી નથી. એટલે ગુણપ્રાપ્તિનું મુખ્ય કારણ ગુણાનુરાગ છે. ગુણાનુરાગ એ આત્માની ઉન્નતિનું સોપાન છે. ગુણાનુરાગ હોય ત્યાં ગુણપ્રશંસા સ્વયમેવ આવે છે. આવી ગુણપ્રશંસાનેસદ્ભૂત ગુણોની પ્રશંસાને દર્શાવતું સૂત્ર તો લોગસ્સસૂત્ર છે અને તેથી જ તેનો અર્વાધિકાર સભૂતગુણોત્કીર્તન છે, એમ જણાવ્યું છે.
જે કોઈ સર્વગુણોથી અધિક હોય તેનું જ ગુણોત્કીર્તન થાય અને તેવા કોઈ પણ આત્માઓ આ વિશ્વમાં હોય તો તે શ્રી તીર્થકર ભગવંતો જ છે. તેનાં કારણોનો નિર્દેશ કરતાં દર્શાવ્યું છે કે
૧. પ્રધાન રીતે કર્મક્ષયનું કારણ હોવાથી-અરિહંત ભગવંતો લક્ષદુતાશન રૂપે ખવાયા છે. તેમને ભાવપૂર્વક કરાયેલો નમસ્કાર જીવને સંસારસાગરથી તારે છે. એમ શાસ્ત્રોમાં અનેક સ્થળે કહેવામાં આવ્યું છે.
- ૨. પ્રાપ્ત થયેલ બોધિની વિશુદ્ધિમાં હેતુ હોવાથી-બોધિ તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન એ જ મોક્ષમાર્ગનું મૂળ છે. સમ્યગ્દર્શનથી જ મોક્ષની પ્રાપ્તિના આંતરાનો નિયમ થઈ શકે છે અને તેથી જ સમ્યગ્દર્શનને ધર્મનાં મૂળ, વાર, પ્રતિષ્ઠાન, આધાર, ભાજન અને નિધિ તરીકે ઓળખાવવામાં આવે છે. સમ્યગ્દર્શનવાળાને જ મોક્ષમાર્ગની અપેક્ષાએ દેખનાર તરીકે ગણવામાં આવે છે. જો સમ્યગ્દર્શન ન હોય તો આરાધકપણાની દૃષ્ટિએ તેને આંધળો ગણવામાં આવે છે પણ તે સમ્યગ્દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org