Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 683
________________ ચતુર્વિશતિ-સ્તવનું રહસ્ય ૦૬૦૧ શ્રી આદિનાથ ભગવાનની વિદ્યમાન અવસ્થામાં જયારે સાધુઓ આવશ્યક ક્રિયા-પ્રતિક્રમણ કરે ત્યારે પડાવશ્યક પૈકી બીજા આવશ્યક ચતુર્વિશતિજિનસ્તવની આરાધના કરતી વેળાએ તેવીસ તીર્થંકરો તો તે વખતે થયા ન હોય અને ભવિષ્યમાં થનારા હોય તેથી તેમને તે તેવીસ તીર્થંકરો દ્રવ્યજિન રૂપે છે. તેમની તે કાલે તે પ્રમાણે આરાધના કરવામાં આવતી હતી. જો દ્રવ્યનિક્ષેપ માનવામાં ન આવે તો આ આરાધના ઘટિત થઈ શકે જ નહીં. શ્રીઆદિનાથ ભગવંતના સમયમાં ચતુર્વિશતિજિનસ્તવને બદલે એક જિનસ્તવ હોવું જોઈએ. એમ જો કહેવામાં આવે તો શ્રી અજિતનાથ ભગવંતના સમયમાં દ્વિજિનસ્તવ હોવું જોઈએ તો તે પ્રમાણે યુક્તિ ઘટતી નથી; કારણ કે શાશ્વત અધ્યયનોના પાઠોમાં લેશ પણ પરાવર્તનની શક્યતાને જૈન દર્શન સ્વીકારતું નથી. તેથી દ્રવ્યનિક્ષેપને આરાધ્ય માનવો જોઈએ. ભાવ નિક્ષેપ - ભાવ જિનની વ્યાખ્યા-માવલિ સમવસરસ્થાએ પ્રમાણે છે. સમવસરણમાં બિરાજમાન થઈ સાતિશય વાણી વડે દેશના દેતા જિનેશ્વરદેવ તે ભાવજિન છે. તેમનું સાલંબન ધ્યાન નીચે પ્રમાણે કરવું - સર્વ પ્રાણીઓને હિતકર, જેના શરીરાદિ સૌંદર્યને કોઈ ઉપમા નથી ૧. પ્રતિમાશતક, પૃ. ૯ २. सर्वजगद्धितमनुपममतिशयसंदोहमृद्धिसंयुक्तम् । ध्येयं जिनेन्द्ररूपं, सदसि गदत्तत्परं चैव ॥१॥ सिंहासनोपविष्टं, छत्रत्रयकल्पपादपस्याधः । सत्त्वार्थसम्प्रवृत्तं, देशनया कान्समत्यन्तम् ॥२॥ आधीनां परमौषधमव्याहत मखिलसम्पदां बीजम् । चक्रादिलक्षणयुतं, सर्वोत्तमपुण्यनिर्माणम् ॥३॥ निर्वाणसाधनं भुवि, भव्यानामग्र्यमतुलमाहात्म्यम् । सुरसिद्धयोगिवन्द्यं, वरेण्यशब्दाभिधेयं च ॥४॥ - ષોડશક પ્રકરણ, (પંચદશ ષોડશક) પત્ર ૮૨ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712