Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ચતુર્વિશતિ-સ્તવનું રહસ્ય ૫૯૯ શ્રી જિનેશ્વર દેવનું નામ હૃદયમાં સ્થિર થતાં-વાણીની મધ્યમાં અવસ્થામાં તે પ્રવેશતાં-તે પરમાત્મા આરાધકને જાણે ચક્ષુ વડે પોતાની સામે દેખાતા હોય, હૃદયમાં પ્રવેશ કરતા હોય, મધુર આલાપ કરતા હોય, સર્વ અંગોમાં અનુભવાતા હોય અને તન્મયભાવને પામી જતા હોય તેવો અનુભવ થાય છે. આવી જાતના અનુભવોથી સકલ કલ્યાણ સિદ્ધ થાય છે. આ શબ્દો નામ તથા નામીનો ગાઢ સંબંધ દર્શાવે છે. નામ અને રૂપનો આવો વિશિષ્ટ સંબંધ તથા મહિમા છે. તેથી જ એક અપેક્ષાએ નામ નિત્ય અથવા અવિનાશી મનાય છે અને રૂપ પરિવર્તનશીલ મનાય છે. નામ અને રૂપમાં આ જ કારણે નામનું પ્રાથમ્ય તથા માહાત્મ સ્પષ્ટ છે.
નામના ઉચ્ચારણ સાથે નામીની ઉપસ્થિતિનો અનુભવ થવો તે નામાભ્યાસની પ્રગતિમાં મહત્ત્વપૂર્ણ અને અસંદિગ્ધ લક્ષણ છે.
નામના ઉચ્ચારણથી નમસ્કાર કરવાના પરિણામરૂપ પ્રકાશ આત્મામાં
૧. વૈખરી વાણીનું ઉપાદાન સ્થૂલ પ્રાણવૃત્તિ છે, પણ મધ્યમાવાણીનું ઉપાદાન બુદ્ધિ
છે. મધ્યમાવાણીમાં ક્રમ હોય છે, કારણ કે તે પ્રાણમાં રહે છે. તાત્પર્ય કે મધ્યમાવાણીનો આધાર પ્રાણ છે, પણ ઉપાદાન બુદ્ધિ છે. એવું હોવા છતાં પણ મધ્યમાવાણીની ઉત્પત્તિમાં હેતુ ભલે સ્થૂલ પ્રાણવૃત્તિ નથી, પણ સૂક્ષ્મ પ્રાણવૃત્તિ તો છે જ. જેમ એ વાણી સૂક્ષ્મ પ્રાણવૃત્તિમાં રહે છે, તેમ મનમાં પણ રહે છે. વૈખરી અને પશ્યતીની મધ્યે એનું સ્થાન હોવાથી એ મધ્યમાં કહેવાય છે.
તાત્પર્ય કે મધ્યમા વાણી અંતઃસંકલ્પમાન, ક્રમવાળી અને જેના વર્ષોના રૂપની અભિવ્યક્તિ શ્રોત્રથી ગ્રાહ્ય નથી તેવી હોય છે.
વ્યક્તિરૂપ ભાવવાણી વૈકલ્પિક મતિરૂપ છે અને શ્રોત્રગ્રાહ્ય વાણીનું કારણ છે. તેને મધ્યમા કહે છે. મધ્યમાં વાણી શ્રુતજ્ઞાનોપયોગરૂપ છે. –સ્યાદ્વાદ રત્નાકર, પરિચ્છેદ-૧, સૂત્ર ૭, પેજ ૮૯-૯૩. २. शास्त्रे इव नामादित्रये हृदयस्थिते सति भगवान् पुर इव परिस्फुरति, हृदयमिवाऽनु-प्रविशति,
मधुरालापमिवाऽनुवदति, सर्वाङ्गीणमिवाऽनुभवति, तन्मयीभावमिवापद्यते; तेन च सर्वकल्याणसिद्धिः । तदाह- अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन् नियमात् सर्वार्थसंसिद्धिः ॥१॥" चिन्तामणिः परोऽसौ, तेनेयं भवति स्म शमरसापत्तिः । सैवेहयोगिमाता निर्वाणफलप्रदा प्रोक्ता ॥२॥ -प्रतिमाशतक, श्लोक, २.
ટી . પૃ. ૪-૫. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org