Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
ચતુર્વિશતિ-સ્તવનું રહસ્ય૦૫૯૧ જણાવ્યું છે કે-વન સવિર્વ તશે વિદ્ધિ –એટલે ચતુર્વિશતિ-સ્તવનું તાત્કાલિક ફળ સમ્યક્તની શુદ્ધિ છે અને સમ્યત્વ વિના સમ્યગ જ્ઞાન વિના સમ્યક્રચારિત્ર પ્રકટતું નથી, તેમજ સમ્યફ ચારિત્ર પ્રકટ્યા વિના મુક્તિ મળતી નથી, એટલે ચતુર્વિશતિ-સ્તવનું પરંપરાફળ મોક્ષ છે.
(૫) સમ્યત્ત્વનું સ્વરૂપ સમ્યક્ત એ આત્માનો શ્રદ્ધાન-પરિણતિરૂપ મૂળ ગુણ છે, જે (૧) આસ્તિક્ય, (૨) અનુકંપા, (૩) નિર્વેદ, (૪) સંવેગ અને (૫) શમનાં લક્ષણો વડે વ્યક્ત થાય છે.* બીજા શબ્દોમાં કહીએ તો સમકિતથી ભાવિત થયેલો આત્મા આસ્તિક હોય છે, અનુકંપાવાળો હોય છે, નિર્વેદને ધારણ કરનારો હોય છે, સંવેગના રંગે રંગાયેલો હોય છે અને સમગુણથી વિભૂષિત હોય છે.
આસ્તિક શબ્દ અહીં જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વો પર આસ્થા રાખનારના અર્થમાં સમજવાનો છે; અથવા જે આત્માને સુદેવ, સુગુરુ અને સુધર્મ પર અવિચલ શ્રદ્ધા છે, તે જ સાચો આસ્તિક છે. આવી સ્થિતિ પ્રરૂપણા-મિથ્યાત્વ, પ્રવર્તન-મિથ્યાત્વ, પરિણામ-મિથ્યાત્વ અને પ્રદેશ-મિથ્યાત્વના નાશથી ઉત્પન્ન થાય છે.
આસ્તિક્ય ઉત્પન્ન થતાં અનુકંપાનો ગુણ પ્રકટે છે, જેથી તે કોઈ પ્રાણીનો વધ કરવા ચાહતો નથી; કોઈને નિરર્થક દંડ દેવાની ભાવના સેવતો નથી તથા કોઈનું કોઈ પણ પ્રકારે બૂરું થાય તેવું અંશમાત્ર પણ ઇચ્છતો નથી. વળી આ અનુકંપાનો ગુણ તેને પ્રત્યેક પ્રાણી પ્રત્યે દયા દાખવતાં શીખવે છે, તેને સાચું બોલવાની પ્રેરણા કરે છે, પોતાની વસ્તુમાં જ સંતોષ માનતો કરે છે, બ્રહ્મચર્ય પાળવાની ભાવના પેદા કરે છે અને ગમે તેમ કે ગમે તે રીતે પરિગ્રહનો સંચય કરતાં અટકાવે છે. તાત્પર્ય કે શ્રી તીર્થંકર
પ્રાધાન્યગુણને અનુલક્ષીને ગણતરી કરતાં આ લક્ષણોને નીચેના ક્રમે ગ્રહણ કરવામાં આવે છે-૧. શમ, ૨. સંવેગ, ૩, નિર્વેદ, ૪. અનુકંપા અને ૫. આસ્તિક્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org