Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 678
________________ પ૯૬૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ તેનું સમાધાનએ છે કે નામ નામીના ગુણોને યાદ કરાવનાર છે. તેમના ગુણો પ્રત્યે બહુમાન કરાવનાર છે. તેથી તેનું સ્મરણ ફલદાયકની વડે છે. શ્રી રાયપસેણઈયસુત્તના દશમા સૂત્રમાં જણાવ્યું છે કે દેવાનુપ્રિય, તેવા પ્રકારના (જ્ઞાનદર્શનને ધરનારા, જિન, કેવલી) અહંત ભગવંતોનાં નામગોત્રનું શ્રવણ પણ મહાફલદાયિક છે. શ્રી તીર્થકર ભગવંતોનાં નામ પરમપવિત્ર તથા મંગલમય છે. તેનો યથાવિધિજાપ કરવામાં આવે તો સર્વ દુઃખ, સર્વપાપ, સર્વપ્રકારની અશાંતિ કે સર્વપ્રકારના અંતરાયોને તે દૂર કરનાર છે. તે શુભને પ્રવર્તાવે છે. તાત્પર્ય કે તેમના નામસ્મરણથી સઘળા દુઃખો દૂર થઈને સર્વસુખનાં સાધનો આપોઆપ મળી આવે છે", તેટલું જ નહીં પણ જો શ્રી તીર્થંકર ભગવંતના નામના એક જ પદને સંપૂર્ણ રીતે જાણવામાં આવે તો આત્મા સ્વયં તીર્થકર થાય છે. નામસ્મરણથી સમ્યગ્દષ્ટિ આત્માની અસ્વસ્થતા દૂર થાય છે, કદાચ તીવ્ર નિકાચિત કર્મના ઉદયથી તે દૂર ન થાય તો પણ દુઃખમાં ધૃતિ-ધીરજ રાખવાની વૃત્તિ પ્રગટે છે અને પ્રજ્ઞાને પરમ પ્રકાશ સાંપડે છે. ૧. અન્વર્થ નામને નામગોત્ર કહેવામાં આવે છે. २. तं महाफलं खलु देवाणुप्पियाणं तहारूवाणं अरहंताणं नामगोयस्स वि सवणयाए......! -રાયપાસેણદય સુત્ત પૃ. ૩૯. ३. त्वत्संस्तवेन भवसन्ततिसन्निबद्ध T ક્ષત્ યમુપૈતિ શરીરમાનામ્...........Iણા -ભક્તામર સ્તોત્ર ૪. નિતિન ! સુપ્પવર, તવ પુસુિત્તમ ! તાત્તિi I...MIT. -અજિત-શાંતિ સ્તવ ५. आस्तामचिन्त्य महिमा जिन संस्तवस्ते નામપિ પતિ ખવતો પવતો નતિ ... //૭ -કલ્યાણ મંદિર સ્તોત્ર ६. एतेषामेकमप्यर्हन्नाम्नामुच्चारयन्नधैः । ___ मुच्यते किं पुनः सर्वाण्यर्थज्ञस्तु जिनायते ।।१४३।। -જિનસહસ્રનામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712