Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૪૨ ૭ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
તેના સાધ્યનો બરાબર ખ્યાલ રહે અને તેને લગતો તેનો પુરુષાર્થ અસ્ખલિત ગતિએ ચાલુ રહે.
સામાયિકની સાધના કરવા માટે ઉપર પ્રમાણે પ્રતિજ્ઞા ગ્રહણ કર્યા પછી સ્થિર આસને બેસવા માટે ગુરુની આજ્ઞા માગવામાં આવે છે. તે માટે ખમાસમણ-પ્રણિપાતની ક્રિયા કરી ઇચ્છા. સંદિસહ ભગવન્ ! બેસણે સંદિસાહું એટલે હે ભગવન્ ! આપની આજ્ઞા હોય તો હું બેસવાની અનુમતિ માગું છું એ પ્રમાણે કહેવામાં આવે છે. ગુરુ હોય તો તે સંદિસહ કહે છે, નહિ તો તેમની અનુમતિ મળેલી માનીને ઇચ્છું કહી પુનઃ ખમાસમણ દ્વારા ઇચ્છા. સંદિસહ ભગવન્ ! બેસણે ઠાઉં? એટલે હે ભગવન્ ! આપની ઇચ્છા હોય તો હું બેઠક ૫૨ સ્થિર થાઉં એવો આદેશ માગવામાં આવે છે. ગુરુ હોય તો તે ઠાએહ કહે છે, નહિ તો તેમની અનુમતિ મળેલી માનીને ઇચ્છું કહેવામાં આવે છે. ઇચ્છું પદનો વ્યવહાર સર્વત્ર આ રીતે સમજી લેવાનો છે.
!
હવે સામાયિકમાં સ્વાધ્યાયાદિ ક્રિયા મુખ્ય હોઈને તેનો આદેશ માગવા માટે ખમાસમણ-પ્રણિપાતની ક્રિયાપૂર્વક ઇચ્છા. સંદિસહ ભગવન્ સજ્ઝાય (સ્વાધ્યાય) સંદિસાહું ?” એ પ્રમાણે બોલવામાં આવે છે, ગુરુ હોય તો તે સંદિસહ કહે છે અને આજ્ઞાનો સ્વીકાર ઇચ્ચું પદ વડે કરીને ફરી ખમાસમણ-પ્રણિપાતની ક્રિયા પૂર્વક ઇચ્છા. સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરું ? એ શબ્દોથી સ્વાધ્યાયનો નિશ્ચિત આદેશ લેવામાં આવે છે. અહીં સ્વાધ્યાય શબ્દથી સૂત્રની વાચના, પ્રચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા તથા મંત્રજપ અને ધ્યાન અભિપ્રેત છે. ગુરુ આ પ્રકારના સ્વાધ્યાયનો આદેશ આપે છે, એટલે ઇચ્છું કહી મંગલરૂપ ત્રણ નમસ્કાર ગણીને જે ઊભા હોય તે બેસીને સામાયિકની સાધના શરૂ કરે છે, તે આ સમયથી લઈને બરાબર બે ઘડી સુધી એટલે ૪૮ મિનિટ પર્યંત એક સરખી ચાલુ રાખીને પછી વિધિ અનુસાર સામાયિક પારવાની ક્રિયા કરી શકે છે.
જેટલી ક્ષણો સમભાવમાં જાય તે સામાયિક છે, તે શ્રાવકોનું પ્રથમ શિક્ષાવ્રત છે. તેની સાધનાનો સમય એક મુહૂર્ત એટલે બે ઘડી જેટલો (૪૮ મિનિટનો) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org