Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
સામાયિક પારવાના વિધિ અંગેની વિસ્તૃત સમજ ૭૦ ૫૪૫
[૪]
સામાયિક પારવાના વિધિ અંગેની વિસ્તૃત સમજ
સામાયિકની સાધના કરનારનું જીવન પરિવર્તન પામે છે, વાસ્તવિક રીતે તે પરિવર્તન કરવાને માટે જ યોજાયેલું છે. મૈત્રી વગેરે ભાવનાથી વાસિત થયેલું મન કઠોરતા, કૃપણતા, મિથ્યાભિમાન કે મમત્વને જલદી ઝીલતું નથી. એટલે શરૂ કરેલું સામાયિક છૂટી ન જાય એ જ ઇષ્ટ છે. આમ છતાં વ્યાવહારિક મર્યાદાઓને લીધે તેની પૂર્ણાહુતિ કરવી પડે છે, જેનો ખાસ વિધિ છે. તે માટે પ્રથમ ખમાસમણ-પ્રણિપાત દ્વારા ગુરુ-વંદન કરી ઈર્યાપથ-પ્રતિક્રમણ કરવામાં આવે છે, એટલે કે ઇરિયાવહી સૂત્ર, તસ ઉત્તરી સૂત્ર, અને અન્નત્થ સૂત્રના પાઠો બોલીને પચીસ શ્વાસોચ્છ્વાસના કાયોત્સર્ગમાં-સ્થિર થઈને પ્રકટ લોગસ્સ સૂત્ર બોલવામાં આવે છે. પછી મુહપત્તી-પડિલેહણની ક્રિયા કરવામાં આવે છે, ત્યારબાદ પુનઃ ખમાસમણપ્રણિપાત દ્વારા ગુરુને વંદન કરીને સામાયિક પારવાની-પૂર્ણ કરવાની આજ્ઞા મેળવવા માટે કહેવામાં આવે છે કે ઇચ્છા. સંદિસહ ભગવન્ ! સામાયિક પારું ? આ સમયે ગુરુ કહે છે કે પુો વિ વાયવ્યું પુનઃ પણ કરવાને યોગ્ય છે. તે વખતે સાધક યથાશક્તિ શબ્દ વડે પોતાની મર્યાદા સૂચિત કરે છે કે મારી શક્તિ હાલ અહીં પૂર્ણાહુતિ કરવા જેટલી છે. ત્યાર બાદ ફરી ખમાસમણ-પ્રણિપાત કરી ગુરુને જાહેર કરવામાં આવે છે કે ઇચ્છા. સંદિસહ ભગવન્ ! સામાયિક પાર્યું એટલે હે ભગવન્ ! ઇચ્છા-પૂર્વક આજ્ઞા આપો-મેં સામાયિક પાર્યું છે. તે વખતે ગુરુ કહે છે કે આયારો ન મોત્તોઆચાર મૂકવો નહિ અર્થાત્ સામાયિક કરવું એ તમારો આચાર છે, માટે તેમાં પ્રમાદ કરશો નહિ. તાત્પર્ય કે આ સાધના એક કરતાં વધારે વખત કરવા જેવી છે; નિયમિત દ૨૨ોજ કરવા જેવી છે અને તેમાં દિવસ ન પડે તે તરફ લક્ષ રાખશો.
આટલા વિધિ બાદ જમણો હાથ ચરવળા પર સ્થાપી એક નમસ્કાર મંત્ર નો પાઠ અંત્ય મંગલ તરીકે બોલવામાં આવે છે; અને સામાયવારળહા (સામાઇયવય-જુત્તો)ના પાઠ વડે સામાયિકની મહત્તાને પુનઃ યાદ કરી,
For Private & Personal Use Only
www.jainelibrary.org
પ્ર.-૧-૩૫
Jain Education International