Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
મુહપત્તી-પડિલેહણનો વિધિ૦૫૫૫
શરીર પડિલેહતી વખતે વિચારવાના ૨૫ બોલ
[આ બોલોમાં અભ્યતર પ્રમાર્જના કરવાની હોવાથી દરેક વખતે પ્રમાર્જનની ક્રિયા કરવામાં આવે છે.]
૧. હવે આંગળામાં ભરાવેલી મુહપત્તી પ્રદક્ષિણાકારે એટલે ડાબા હાથની ઉપર, બન્ને બાજુ તથા નીચે એમ ત્રણ વાર પ્રમાઊં અને બોલો કે
હાસ્ય, રતિ, અરતિ પરિહરું ૨. એવી જ રીતે ડાબા હાથની આંગળીઓના આંતરામાં મુહપત્તી રાખી, જમણા હાથે, પ્રદક્ષિણાકારે, વચ્ચે અને બન્ને બાજુએ પ્રમાર્જના કરો અને મનમાં બોલો કે
ભય, શોક, દુગંછા પરિહરું ૩. પછી આંતરામાંથી મુહપત્તી કાઢી લઈ, બેવડી ને બેવડી મુહપત્તીના બને છેડા બનેય હાથથી પકડી માથા ઉપર વચ્ચે અને જમણીડાબી બે બાજુએ ત્રણ પ્રમાર્જના કરતાં અનુક્રમે મનમાં બોલો કે
કૃષ્ણ-લેશ્યા, નીલ-લેશ્યા, કાપોત-લેશ્યા પરિહરું
૪. પછી વચ્ચે અને ડાબી-જમણી બે બાજુએ ત્રણ વાર મોં ઉપર ત્રણવાર પ્રમાર્જન કરો અને મનમાં બોલો કે
રસગારવ, રિદ્ધિગારવ, સાતાગારવ પરિહરું
૫. એમ જ વચ્ચે અને ડાબી-જમણી બે બાજુએ છાતી ઉપર ત્રણ વાર પ્રમાર્જના કરો અને અનુક્રમે મનમાં બોલો કે
માયાશલ્ય, નિદાનશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું
૬. હવે મુહપત્તી બન્ને હાથમાં પહોળી પકડી જમણા ખભા અને કાખ ઉપર પ્રમાઊં અને બોલો કે
ક્રોધ, માન પરિહરું ૭. મુહપત્તી એમ ને એમ ડાબા હાથમાં રાખી, ડાબા ખભા અને કાખ ઉપર પ્રમાર્જના કરો અને બોલો કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org