Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૮૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
પરમપુરુષ છે અને ગુરુ એ સામાયિકની અનન્ય ભાવે સાધના કરનાર માર્ગદર્શક મહાનુભાવ છે. એ બંને પ્રત્યેની કે બંને પૈકી કોઈ પ્રત્યેની શ્રદ્ધાનો ઈનકાર આખરે તો સામાયિકના ઈનકારમાં જ પરિણમે છે. તેથી સામાયિકની સફળ સાધના માટે તે બંનેનું આલંબન અનિવાર્ય છે.
(૧૪) સાધકની ચોથી યોગ્યતા પાંચ અણુવ્રતો અને ત્રણ ગુણવ્રતોને ધારણ કરવાં એ સામાયિકના સાધકની ચોથી યોગ્યતા છે. પાંચ અણુવ્રતોમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને મમત્વત્યાગ એ પાંચ યમોની યથાશક્તિ ઉપાસના છે અને ત્રણ ગુણવ્રતોમાં ક્ષેત્રની, ભોગની અને આત્માને અનર્થ દંડનારી પ્રવૃત્તિઓની મર્યાદા છે. આ જાતના યમો કે વ્રતો વિષમભાવનો વિનાશ કરવામાં અત્યંત ઉપયોગી છે, એટલે તેનાથી સામાયિકની સાધના સત્વર થાય છે.
(૧૫) સામાયિકની સાધના સાધ્યને સિદ્ધ કરવાનો પુરુષાર્થ, પ્રયત્ન કે પ્રયાસ એ સાધના છે. અથવા સાધ્યની સમીપે લઈ જનારી ક્રિયા તે સાધના છે. આવી સાધના હેયના પ્રત્યાખ્યાનથી અને ઉપાદેયની આરાધનાથી સિદ્ધ થાય છે. તેમનું પ્રત્યાખ્યાન એટલે પ્રતિકૂલ અથવા નિષિદ્ધ બાબતોનો ત્યાગ અને ઉપાદેયની આરાધના એટલે સાધ્યને અનુકૂળ અથવા વિધેય બાબતોનું અનુસરણ. સામાયિકની સાધનામાં સાવદ્ય વ્યાપાર હેય છે એટલે તેનું પ્રત્યાખ્યાન કરવાનું છે અને નિરવ કે શુભ વ્યાપાર ઉપાદેય છે, એટલે તેનું અનુસરણ કરવાનું છે. બીજી રીતે કહીએ તો પાપકારી પ્રવૃત્તિઓને છોડવી અને સમ્યજ્ઞાન, દર્શન તથા ચારિત્રની આરાધના કરવી એ સામાયિકની સાધના છે.
(૧૬) સાધના-ક્રમની વિચારણા પાપકારી પ્રવૃત્તિ મન, વચન અને કાયા એ ત્રણેથી થાય છે, છતાં તેમાં મુખ્યતા મનની છે; એટલે મન જ્યારે ચંચળ મટીને એકાગ્ર બને અને ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયને ઝીલે નહિ, અથવા અન્ય દર્શનકારોના શબ્દોમાં અસ્મિતા (અભિમાન), અવિદ્યા (અજ્ઞાન કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org