Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૮૪ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
પર્યકાસન, વીરાસન, વજાસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાસન, ગોદોહિદાસન, કાયોત્સર્ગ વગેરે છે. સામાયિકના સાધકે સાધના દરમિયાન આમાંના કોઈ પણ આસનનો ઉપયોગ કરવો ઘટે છે. .
(૨૧) અનાનુપૂર્વી નવરો બેઠો નખ્ખોદ વાળે એ કહેવત મનના વિલક્ષણ સ્વભાવને લીધે જ પ્રચલિત થયેલી છે. તાત્પર્ય કે વશ નહિ થયેલું મન ઘડી પણ નવરું બેસતું નથી. તેને જો સારા વિચારો ન મળે તો તે ખરાબ વિચારો કરવા લાગે છે ને એથી સ્વ તથા પરનું નુકસાન થાય છે. મનની આ સ્થિતિ રોકવા માટે અનાનુપૂર્વાની યોજના કરવામાં આવી છે. એમાં એકથી પાંચ સુધીની સંખ્યાને જેટલી જુદી જુદી રીતે ગોઠવી શકાય તેટલી રીતે ગોઠવેલી છે. આ સંખ્યામાં જ્યાં (૧) હોય ત્યાં નનો રિહંતા, (૨) હોય ત્યાં નો સિતાdi, (૩) હોય ત્યાં નો ગાયા , (૪) હોય ત્યાં ન ૩વાયા અને (પ) હોય ત્યાં નમો નો સવ્વસાહૂut એ નમસ્કારનાં પાંચ પદો ગણવામાં આવે છે. આ રીતે પદોની આગળ-પાછળની અટપટી ગણનામાં રોકાયેલું મન અન્ય વિચારો કરી શકતું નથી, એટલે ધીમે ધીમે તેને એકાગ્ર થવાની તાલીમ મળે છે. આગળ વધતાં આ જ રીતે નવપદની અનાનુપૂર્વી ગણવામાં આવે છે, જે વધારે અટપટી હોવાથી મનને વિશેષ એકાગ્ર કરવું પડે છે. એનાં વધારાના ચાર પદોમાં (૬) હોય ત્યાં નાનો હિંસા, (૭) હોય ત્યાં નમો નાપાસ, (૮) હોય ત્યાં નમો વારિત્ત અને (૯) હોય ત્યાં નમો તવ ગણવામાં આવે છે. એકંદર આ યંત્રોની રચના માનસશાસ્ત્રના સિદ્ધાંતે થયેલી છે અને તેથી એકાગ્રતા સાધવાનું સુંદર સાધન છે.
(૨૨) નમસ્કારમંત્રનો જપ અનાનુપૂર્વાની તાલીમ લીધા પછી કાંઈક અંશે એકાગ્ર થવાને ટેવાયેલું મન જપમાં જોડાય તો વધારે એકાગ્રતા સાધી શકે છે, એટલે નમસ્કારમંત્રનો જપ કરવો ઇષ્ટ છે. આ જપ પ્રથમ જપમાલા-નોકારવાળી દ્વારા કરવો ઘટે છે, પછી બંને હાથની આંગળીઓના વેઢાથી કરવો ઘટે છે અને ત્યાર પછી માત્ર મૌખિક અને છેવટે મનથી કરવો ઘટે છે. આમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org