Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
પૂજાની પરિભાષા ૦૨૬૩
છે, મધ્યમથી તે ૪૨ પ્રકારની છે અને ઉત્કૃષ્ટથી તે ૮૪ પ્રકારની છે. એ આશાતનાઓને વર્જીને જિન-મંદિરમાં યોગ્ય વર્તન રાખવું જોઈએ.
જિન-મંદિરમાં વર્તવાના મુખ્ય ૧૦ નિયમો ૧. પાન, સોપારી કે તાંબૂલ ચાવવું નહિ. (દાખલ થનારનું મોઢું સાફ
હોવું જોઈએ.) ૨. પાણી પીવું નહિ. ૩. ભોજન કરવું નહિ. ૪. મોજડી-પગરખાં પહેરીને જવું નહિ. ૫. કામ-ચેષ્ટા કરવી નહિ. ૬. પથારી કરવી નહિ કે સૂવું નહિ. ૭. થંક-બળખો નાખવો નહિ. ૮. લઘુ નીતિ (પેશાબ) કરવી નહિ. ૯. વડી નીતિ (મલ-ત્યાગ) કરવી નહિ. ૧૦. કોઈ પણ પ્રકારનો જુગાર રમવો નહિ.
આમાં બીજા ૩૨ નિયમો ઉમેરતાં કુલ ૪૨ નિયમો બને છે. તે નીચે
મુજબ :૧૧. કોઈ જૂગટું રમતું હોય તો તેની કોઈ પણ પ્રકારની અનુમોદના કરવી
નહિ.
૧૨. પલાંઠી વાળીને બેસવું નહિ. ૧૩. પગ લાંબા કરીને બેસવું નહિ. ૧૪. પરસ્પર વાદ-વિવાદ કરવો નહિ. ૧૫. કોઈની મશ્કરી કરવી નહિ. ૧૬. કોઈ પ્રકારનું અભિમાન કરવું નહિ. ૧૭. ઊંચું આસન માંડીને બેસવું નહિ. ૧૮. કેશ ઓળવા નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org