SearchBrowseAboutContactDonate
Page Preview
Page 645
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાની પરિભાષા ૦૨૬૩ છે, મધ્યમથી તે ૪૨ પ્રકારની છે અને ઉત્કૃષ્ટથી તે ૮૪ પ્રકારની છે. એ આશાતનાઓને વર્જીને જિન-મંદિરમાં યોગ્ય વર્તન રાખવું જોઈએ. જિન-મંદિરમાં વર્તવાના મુખ્ય ૧૦ નિયમો ૧. પાન, સોપારી કે તાંબૂલ ચાવવું નહિ. (દાખલ થનારનું મોઢું સાફ હોવું જોઈએ.) ૨. પાણી પીવું નહિ. ૩. ભોજન કરવું નહિ. ૪. મોજડી-પગરખાં પહેરીને જવું નહિ. ૫. કામ-ચેષ્ટા કરવી નહિ. ૬. પથારી કરવી નહિ કે સૂવું નહિ. ૭. થંક-બળખો નાખવો નહિ. ૮. લઘુ નીતિ (પેશાબ) કરવી નહિ. ૯. વડી નીતિ (મલ-ત્યાગ) કરવી નહિ. ૧૦. કોઈ પણ પ્રકારનો જુગાર રમવો નહિ. આમાં બીજા ૩૨ નિયમો ઉમેરતાં કુલ ૪૨ નિયમો બને છે. તે નીચે મુજબ :૧૧. કોઈ જૂગટું રમતું હોય તો તેની કોઈ પણ પ્રકારની અનુમોદના કરવી નહિ. ૧૨. પલાંઠી વાળીને બેસવું નહિ. ૧૩. પગ લાંબા કરીને બેસવું નહિ. ૧૪. પરસ્પર વાદ-વિવાદ કરવો નહિ. ૧૫. કોઈની મશ્કરી કરવી નહિ. ૧૬. કોઈ પ્રકારનું અભિમાન કરવું નહિ. ૧૭. ઊંચું આસન માંડીને બેસવું નહિ. ૧૮. કેશ ઓળવા નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001007
Book TitleShraddha Pratikramana Sutra Prabodh Tika 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year2000
Total Pages712
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Principle, & Ritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy