________________
પદ૨૦શ્રીશ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૧
(પ) જિનેશ્વર પ્રભુનું દર્શન થતાં જ બે હાથ વડે અંજલિ કરવી. રાજાએ રાજચિહ્નો, અસ્ત્ર, શસ્ત્ર, તલવાર, છત્ર, પગરખાં, મુગટ અને ચામરનો ત્યાગ કરવો.
અવગ્રહ (૨) પ્રતિમા અને ઉપાસક વચ્ચેનું અંતર તે અવગ્રહ. તેવો અવગ્રહ
ઓછામાં ઓછો નવ હાથ અને વધારેમાં વધારે ૬૦ હાથ રાખવો. બાકીનો મધ્યમ સમજવો. મંદિર જ નાનું હોય તો વળી હાથ દૂર પણ બેસી શકાય.
અવસ્થા (૩) તીર્થંકર પ્રભુની જુદી જુદી જીવન-અવસ્થા. તે ત્રણ પ્રકારે ચિંતવવાની
છે : છબસ્થાવસ્થા, કેવલી-અવસ્થા ને સિદ્ધાવસ્થા. તેમાં છમસ્થાવસ્થા- નો વિચાર ત્રણ ક્રમે કરવાનો છે. પ્રથમ જન્માવસ્થા, બીજી રાયાવસ્થા ને ત્રીજી દીક્ષાવસ્થા. પ્રભુપ્રતિમાનાં પ્રાતિહાર્યાદિ જોઈને કેવલી-અવસ્થા ચિંતવવી, તથા ધ્યાનદશા જોઈને સિદ્ધાવસ્થા ચિંતવવી.
આલંબન (૪) ધ્યેયમાં ઉપયોગની એકતા કરાય તેવો ભક્તિ અંગેનો આધાર તે
આલંબન. સૂત્ર શુદ્ધ બોલવું, તેનો અર્થ ચિતવવો અને તે દ્વારા થતા જ્ઞાન વડે પ્રભુપ્રતિમામાં લીન થવું.
આસન (૫) ચૈત્યવંદન કરતી વખતે જે જે મુદ્રાનું વિધાન હોય એ પ્રમાણે બેસવું તે આસન છે.
આશાતના (૬) આ - જ્ઞાન, દર્શન આદિ તેની શાતના-ખંડના કે અપવૅસ, તે
આશાતના. તાત્પર્ય કે જે ક્રિયાઓથી જિન-મંદિરની પવિત્રતા ખંડિત થાય, પવિત્રતા ન જળવાય, તેં આશાતના. જઘન્યથી તે ૧૦ પ્રકારની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org