________________
પૂજાની પરિભાષા ૭ ૫૬૧
अविहिए चेइआइं वंदिज्जा तस्स णं पायच्छित्तं વ-इसिज्जा, जओ अविहीए चेइआणं, वंदमाणो अन्नेसिं असद्धं जणेड़ इह काऊणं त्ति ||
ભાવાર્થ :- અવિધિથી ચૈત્યોને વાંદે તેને પ્રાયશ્ચિત્ત આપવું, કારણ કે અવિધિ કરનારો બીજાઓને અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે.
-(ધર્મસંગ્રહ ભાગ ૧, પૃ. ૩૯૭)
શ્રી જિનેશ્વરના ગુણોનું વારંવાર રટણ કરવાથી તેની પ્રાપ્તિ માટે ઉત્સાહ વધે છે, ચિત્તમાં પ્રસન્નતા પ્રકટે છે અને તે માટે જોઈતું પુરુષાર્થનું બળ એકત્ર થાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ શ્રાવકે જઘન્યથી (ઓછામાં ઓછી) ત્રિકાળ (સવાર, બપોર અને સાંજ) જિન પૂજાને અંતે ત્રણ વાર ચૈત્યવંદના કરવાની કહી છે. (સવાર, સાંજ ધૂપ આદિ અગ્રપૂજા અને બપોરે અષ્ટ પ્રકારી અંગપૂજા કરવાની હોય છે.)
-ધર્મસંગ્રહ ભાગ ૧, પૃ. ૩૭૪
[૮] પૂજાની પરિભાષા
જિન-પૂજા અને ચૈત્યવંદન અથવા દેવવંદનનો વિધિ કરવામાં જે પરિભાષાનો ઉપયોગ થાય છે, તેની ટૂંક માહિતી નીચે મુજબ છે :
અભિગમ
૧ શ્રી તીર્થંકરદેવને વંદન કરવા માટે ચૈત્યમાં પ્રવેશ કરવું તે અભિગમ. તે વખતે નીચેના નિયમો પાળવા જોઈએ ઃ
(૧) સચિત્તદ્રવ્ય પાસે ન રાખવું. પુષ્પાદિ શરીરે ધારણ કરેલાં હોય તે ઉતારી નાંખવાં, (૨) અચિત્ત વસ્તુની અનુવર્જના આભૂષણ વગેરે પહેરી રાખવાં. અને શસ્ત્ર લાકડી, છરી, ચપ્પુ, છત્રી, આદિ સાથે હોય તો બહાર મૂકવાં, (૩) મનને એકાગ્ર કરવું. (૪) ઉત્તરાસંગ રાખવું.
પ્ર.-૧-૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org