________________
પ૬૦૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ બોલવામાં આવે છે. અનુષ્ઠાતાએ અહીં હૃદયના તારને ઝણઝણાવવાના હોય છે, કારણ કે પોપટના રામની જેમ માત્ર મુખેથી ઉચ્ચાર કરી જવાનો અર્થ વિશેષ નથી. ભગવભજનની ઇચ્છા, પ્રવૃત્તિ અને તલ્લીનતા એ ત્રણેય મંગલકારી છે. સ્તવન એ ચૈત્યવંદનનું હૃદય છે, ચૈત્યવંદનનો પ્રાણ છે, તેથી એ ગાતી વખતે ભાવનાનાં પૂર હેલે ચડવાં જ જોઈએ. તેમાં કાવ્યકલાને સ્થાન છે, સંગીતકલાને અવકાશ છે અને અભિનયકલાને જરૂર મોકળો માર્ગ છે; પણ શરત એક જ કે તે બધાં અર્વઉપાસનાની તલ્લીનતામાંથી ઉભવવાં જોઈએ.
ત્યારપછી પણિહાણ સુત્ત(જય વિયરાય)ના પાઠ દ્વારા હૃદયની શુભ ભાવનાઓને દઢ કરવામાં આવે છે. અને છેવટે ચેઈયવંદણ સુત્ત (અરિહંતચેઈઆણે સૂત્ર) દ્વારા અહંત-ચૈત્યોનું આલંબન સ્વીકારીને કાયોત્સર્ગ કરવામાં આવે છે. ચૈત્યવંદનની આખરી સિદ્ધિ કાયોત્સર્ગ અને ધ્યાન દ્વારા જ છે, તે બતાવવા તેનો ક્રમ છેલ્લો રાખેલો છે. એ કાયોત્સર્ગ શ્રદ્ધા, મેઘા, વૃતિ, ધારણા અને અનુપ્રેક્ષા-પૂર્વક કરવાનો છે, એ વાતનું સૂચન સૂત્રના મૂલપાઠમાં જ કરેલું છે.
આ કાયોત્સર્ગ-ધ્યાનની પૂર્ણાહુતિ નમુક્કાર(નમસ્કાર મંત્રીના પ્રથમ પદના ઉચ્ચાર વડે કરવામાં આવે છે અને ચૈત્યવંદનની પૂર્ણાહુતિ અંત્ય મંગલરૂપ અધિકૃત જિન-સ્તુતિ કે કોઈ પણ જિનેશ્વરની સ્તુતિની પ્રથમ કે બીજી ગાથા બોલીને, ખમાસમણની વંદના-પૂર્વક ચૈત્યવંદન વિધિ પૂર્ણ કરવામાં આવે છે. હવે જો કંઈ પ્રત્યાખ્યાન લેવું હોય તો દેવ સમક્ષ ઉચ્ચરવું. - શ્રી જિનેશ્વર ભગવંત સન્મુખ ચૈત્યવંદન તથા પૂજા વગેરે સર્વ પવિત્ર ક્રિયાઓને અંતે અવિધિ-આશાતના થઈ હોય તેને અંગે મિથ્યા દુષ્કૃત (મિચ્છા મિ દુ૬િ) એ પદ બોલવું જોઈએ.
કારણ કે વિધિપૂર્વક કરેલું દેવપૂજાદિ કોઈ પણ અનુષ્ઠાન પૂર્ણ ફળ આપે છે, અને અવિધિએ કરેલું અનુષ્ઠાન અલ્પ ફળને આપે છે તથા અવિધિરૂપ અતિચારથી ઊલટું દુઃખનું કારણ બનવાનો પણ સંભવ છે, માટે જ અવિધિએ ચૈત્યવંદન કરનારને શ્રી મહાનિશીથ સૂત્રમાં પ્રાયશ્ચિત જણાવ્યું છે. ત્યાં સાતમા અધ્યયનમાં કહ્યું છે કે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org