________________
ચૈત્યવંદન-વિધિ અંગેની સમજ ૦ ૫૫૯
[૭]
ચૈત્યવંદન-વિધિ અંગેની સમજ કોઈ પણ ધર્માનુષ્ઠાન ગુરુ અગર દેવને વંદન કરી તેમની આજ્ઞાપૂર્વક કરવું જોઈએ, એ હેતુથી પ્રથમ ત્રણ ખમાસમણ પ્રણિતની ક્રિયા કરવામાં આવે છે અને ચૈત્યવંદન કરવાનો આદેશ માગવામાં આવે છે. એ આદેશ મળ્યાનો સ્વીકાર કરીને ચૈત્યવંદનનો પ્રારંભ કરવામાં આવે છે. ધર્માનુષ્ઠાનનો પ્રારંભ મંગલાચરણથી થવો જોઈએ, એટલે પ્રથમ સકલકુશલવલ્લી એ સ્તુતિ બોલીને પછી તીર્થકર ભગવંતોના સ્તુતિવર્ણનરૂપ ઐચ્છિક ચૈત્યવંદન બોલવામાં આવે છે. આ ઐચ્છિક ચૈત્યવંદનને લીધે અનુષ્ઠાતા વિવિધ ભાવ વડે ચૈત્યવંદન કરી શકે છે. આવા કોઈ પણ ચૈત્યવંદનની પૂર્ણાહુતિ જે કિંચિ નામતિë એ ગાથાથી કરવામાં આવે છે, કારણ કે તેનાથી ત્રિલોકમાં રહેલા સકલ તીર્થોને વંદના થાય છે-સમસ્ત વિશ્વમાં રહેલી ચૈત્ય અને તીર્થ સંસ્થા પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવે છે. ત્યાર પછી સક્કWયસુત્ત (નમો સૂત્ર)નો પાઠ યોગમુદ્રાથી બોલવામાં આવે છે, તેનો હેતુ અહંતોના ઉત્કૃષ્ટ ગુણોની આરાધના છે. બીજા શબ્દોમાં કહીએ તો એમાં ગાથા દ્વારા ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલીન તીર્થકરોને વંદન કરવામાં આવે છે, જેથી આરાધ્ય તરીકેની એ પદની મહત્તા હૃદયમાં સ્થિર થાય છે. યોગમુદ્રાનો હેતુ જિનેશ્વરોના એ ગુણમાં તલ્લીનતા અનુભવવાનો છે. ત્યારપછી સવ્વચેઈયવંદણ સુત્ત(જાવંતિ ચેઈઆઈ સૂત્રોનો પાઠ સર્વ ચૈત્યોની પૂજયતાને મનમાં અંકિત કરે છે તથા ખમાસમણપ્રણિપાતની ક્રિયા અને સવ્વસાહૂવંદણ સુત્ત(જાવંત કે વિ સાહૂ સૂત્ર)નો પાઠ જગતભરમાં ચારિત્રની સુવાસ ફેલાવી રહેલા સાધુ મુનિરાજો પ્રત્યેના પૂજ્યભાવની અભિવ્યક્તિ કરે છે. ચૈત્યવંદનના અધિકારે આ સાધુ-વંદના કેમ ? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે જુદી જુદી ભૂમિકામાં રહીને આત્મવિકાસની સાધના કરી રહેલા એ સંત પુરુષો ચૈત્યવંદનરૂપી શ્રદ્ધાયોગ કે ભક્તિયોગની ભાવનાને દઢ કરવામાં નિમિત્તભૂત છે.
આટલી વિધિ પછી નમોડહંત સૂત્રના મંગલાચરણપૂર્વક સ્તવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org