________________
પપ૮૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
સ્તવન (૧૦) પછી નમોડર્ધ-સૂત્રનો પાઠ બોલવો, જે સ્તવનનું મંગલાચરણ છે. (૧૧) પછી ઉવસગ્ગહર-થોર (ઉવસગ્ગહર સૂત્ર) અથવા કોઈ સુંદર રચનાવાળું સ્તવન મધુર સ્વરથી ભાવ-પૂર્વક ગાવું.
પ્રણિધાન (૧૨) પછી પણિહાણસુત્ત(જય વયરાય સૂત્ર)નો પાઠ મુક્તાશુક્તિ મુદ્રાએ બોલવો. આ પાઠમાં આભવમખંડા પદ પછી યોગમુદ્રા કરવી. (સ્ત્રીવર્ગે મુક્તાશુક્તિમુદ્રા રચવી નહીં.)
કાયોત્સર્ગ (૧૩) (અ) પછી ઊભા થઈને ચેઈથય સુત્ત(અરિહંત ચેઈઆણં સૂત્ર)નો પાઠ જિનમુદ્રાએ બોલવો.
(આ) પછી કાઉસ્સગ્ય સુત્ત(અન્નત્થ સૂત્ર)નો પાઠ જિનમુદ્રાએ બોલવો.
(ઈ) પછી એક નમસ્કાર મંત્રનો કાયોત્સર્ગ કરવો.
(ઈ) કાયોત્સર્ગ પૂરો થયે નમો અરિહંતાણં પદનો પ્રકટ ઉચ્ચાર કરવો.
(ઉ) પછી નમોડતું સૂત્રનો પાઠ બોલવો.
(ઊ) પછી અધિકૃત જિન-સ્તુતિ કોઈ પણ જિન સ્તુતિની એક ગાથા બોલવી.
ચૈત્યવંદન વિધિ જેઓ સાથે કરનારા હોય તેમણે થોઈ સાંભળીને કાયોત્સર્ગ નમો અરિહંતાઈ પદ પ્રકટ બોલીને પાળવો.)
અંતિમ પ્રણિપાત (૧૪) ખમા. પ્રણિ.ની ક્રિયા કરવી અને પ્રત્યાખ્યાન લેવું હોય તો તે ઉચ્ચારવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org