________________
૫૬૪૭૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
૧૯. પોતાના માથે છત્ર રાખવું નહિ. ૨૦. પોતાની સાથે ખડ્ગ રાખવું નહિ. ૨૧. પોતાના માથે મુગટ રાખવો નહિ.
૨૨. પોતાના ઉપર ચામર વીંઝાવવો નહિ.
૨૩. સંઘ કે અન્યની સાથે તકરારના કારણે ત્યાં લાંઘવા બેસવું નહિ. ૨૪. હાંસી-ઠઠ્ઠા કરવાં નહિ.
૨૫. લંપટ સ્ત્રી, પુરુષ કે વેશ્યાની દલાલી કરનાર પુરુષને ત્યાં બોલાવવો નહિ, કદાચ ત્યાં આવેલો દેખાય તો તેની સાથે કાંઈ પણ વાત કરવી નહિ.
૨૬. મુખ-કોશ વિના પૂજા કરવી નહિ.
૨૭. શરીર મિલન રાખીને અર્થાત્ સ્નાન કર્યા વિના મૂર્તિને અડવું નહિ. ૨૮. મલિન વસ્ત્રો (અશુચિવાળાં) પહેરીને મૂર્તિને અડવું નહિ.
૨૯. અવિધિથી પૂજા કરવી નહિ.
૩૦. મનને ભટકતું રાખીને પૂજા કરવી નહિ.
૩૧. સચિત્ત દ્રવ્ય અંદર લાવવું નહિ, તે બહાર મૂકવું. (જે પુષ્પ, ફલ વગેરે ચડાવવાનાં હોય તે જ અંદર લઈ જઈ શકાય.)
૩૨. ઉત્તરાસંગ વિના પૂજા કરવી નહિ.
૩૩. ભક્તિભાવથી અંજલિ કરવી.
૩૪. પૂજાનાં ઉપકરણો શુદ્ધ રાખવાં. ૩૫. પુષ્પો વગેરે હીન વાપરવાં નહિ.
૩૬. જિન-મૂર્તિનો અનાદર કરવો નહિ.
૩૭. જિનેશ્વર પ્રત્યે શત્રુભાવે વર્તનારને વારવો.
૩૮. ચૈત્ય-દ્રવ્ય ખાવું નહિ.
૩૯. વિનાશ પામતા ચૈત્ય-દ્રવ્યની ઉપેક્ષા કરવી નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org