Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૭૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧ પ્રતિક્રમણ કહેવાય છે. તેવા પ્રતિક્રમણ વડે તે(મૂલગુણ અને ઉત્તરગુણો)ની શુદ્ધિ કરાય છે.
चरणाईयाराणं, जहक्कम वण-तिगिच्छरूवेणं । पडिक्कमणासुद्धाण, सोही तह काउसग्गेणं ॥६॥
પ્રતિક્રમણથી શુદ્ધ નહિ થયેલા ચારિત્રના અતિચારોની શુદ્ધિ વ્રણચિકિત્સારૂપ કાયોત્સર્ગ વડે યથાક્રમ થાય છે.
गण-धारणरूवेणं, पच्चक्खाणेण तव-इआरस्स । विरियायारस्स पुणो, सव्वेहि वि कीरए सोही ॥७॥
ગુણ-ધારણ રૂપ પ્રત્યાખ્યાન વડે તપના અતિચારોની તેમ જ વીર્યાચારની સર્વ પ્રકારો વડે એટલે સર્વ આવશ્યકોથી શુદ્ધિ કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org