Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
મુહપત્તી-પડિલેહણનો વિધિ૦૫૪૭ “આભોગ, માર્ગણા, ગવેષણા, ઈહા, અપોહ, ૫ પ્રતિલેખા, પ્રેક્ષણ, નિરીક્ષણ, આલોચ(ક)નલ અને પ્રલોચ(ક)ન; એ એકાર્થી શબ્દો છે.
પ્રતિજોરલના શબ્દની વ્યાખ્યા જૈનશાસ્ત્રકારોએ નીચે મુજબ કરી છે : प्रतिलेखनं प्रतिलेखना आगमानुसारेण प्रति प्रति निरीक्षणमनुष्ठानं वा ધ્યાનપૂર્વક જોવું તે પ્રતિલેખના અથવા આગમોમાં જણાવ્યા પ્રમાણે વારંવાર નિરીક્ષણ કરવું કે ક્રિયા કરવી તે પ્રતિલેખના.
પ્રતિનેના માટે જૈનસાહિત્યમાં પ્રત્યુપેક્ષ એવો શબ્દ પણ વપરાયેલો જોવાય છે. આ પ્રત્યુપેક્ષણા, સાધુઓ જ્યારે ચાલે ત્યારે માર્ગસંબંધી કરવાની હોય છે, જ્યારે સ્થિર રહે ત્યારે વસતિ-સંબંધી કરવાની હોય છે અને દૈનિક કાર્યક્રમ મુજબ વસ્ત્ર, પાત્ર તથા ઉપધિની કરવાની હોય છે. વળી જીવનની પ્રત્યુપેક્ષણા તો સતત કરવાની હોય છે. તેથી પ્રત્યુપેક્ષણા અથવા પ્રતિલેખનાના બે વિભાગો કરવામાં આવે છે : એક દ્રવ્ય અને બીજી ભાવ. તેમાં દ્રવ્ય-પ્રતિલેખના માર્ગ, વસતિ, વસ્ત્ર, પાત્ર અને ઉપધિ-સંબંધી કરવાની હોય છે, જ્યારે ભાવ-પ્રતિલેખના આત્માની કરવાની હોય છે.
પ્રતિલેખનાની અનંતર ક્રિયા પ્રમાના છે. પ્રાર્થના એટલે વિશેષ માર્જના, વધારે શુદ્ધિ કે ઘણી કાળજીપૂર્વકની શુદ્ધિ; એટલે બારીકાઈથી નિરીક્ષણ કરવું અને કાળજીપૂર્વક શુદ્ધિ કરવી એ બંને ક્રિયાઓ નિર્વાણના સાધકો માટે અતિ ઉપયોગી માનવામાં આવી છે. તેમાં (૧) સાધ્ય પ્રત્યેની સાવધાની છે, (૨) લક્ષ્ય પ્રત્યેનો ઉત્સાહ છે, (૩) ઉત્તમ માર્ગનું અનુસરણ છે અને (૪) વિવેકપૂર્વકના પ્રમાદ-રહિત ચારિત્રનું ઘડતર છે.
દ્રવ્ય પ્રતિલેખનામાં સહુથી પહેલી પ્રતિલેખના વસ્ત્રોની કરવામાં આવે છે અને તેમાં પણ મુહપત્તીની કરવામાં આવે છે. તે માટે ઓઘનિર્યુક્તિમાં કહ્યું છે કે :
તા ૩વરને યા, ચંદિન-૩વર્થમ-મ-પડિક્લેદા किंमाई-पडिलेहा, पुव्वण्हे चेव अवरण्हे ? ॥२६३॥ પ્રતિલેખના પાંચ વિષયોમાં સંભવે છે; સ્થાન એટલે કાયોત્સર્ગાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org