Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૫૪૮૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૧
અંગે સ્થાન ગ્રહણ કરતાં, ઉપકરણ એટલે વસ્ત્ર, પાત્ર વગેરે સંબંધમાં, સ્થંડિલ એટલે મલ-મૂત્ર માટેની વિસર્જન-ભૂમિમાં, અવશંભ એટલે કાયાને આધારરૂપ પાટ-ફલક વગેરેના પ્રસંગમાં અને માર્ગ એટલે રસ્તે ચાલવામાં તેમાં પૂર્વાણ (પ્રભાત) અને અપરાણ(બપોર પછીના સમય)ને વિશે આદિમાં કઈ પ્રતિલેખના હોય છે ?
તેના જવાબમાં ભાષ્યકારની ગાથા ટાંકતાં જણાવ્યું છે કે :उवगरण वत्थ-पाए, वत्थे पडिलेहणं तु वच्छामि । પુષ્વદ્દે અવર, મુદ્દાંતામા-પડિત્તેહા ।।૮ મા..
ઉપકરણની પ્રતિલેખના વસ્ત્ર અને પાત્ર-સંબંધી હોય છે. તેમાં વસ્ત્રની પ્રતિલેખના કહું છું. તે પ્રતિલેખના પૂર્વાણે અને અપરાણે મુહપત્તીથી શરૂ કરીને કરવાની હોય છે.
આ પ્રતિલેખનાની સંગ્રાહક પંક્તિઓ પ્રવચનસારોદ્વાર(દ્વાર ૬૭)માં નીચે મુજબ છે :
मुहपोति चोलपट्टो, कप्पतिगं दो-निसिज्ज रयहरणं । સંથાત્તરપટ્ટો, સ-પેન્ના ૫દ્ સૂરે ૧૩૫
उवगरण-चउद्दसगं, पडिलेहिज्जइ दिणस्स पहरति । उघाडपोरिसीए उ पत्तनिजोग - पडिलेहा ॥५९४॥
(૧) મુહપત્તી, (૨) ચોલપટ્ટ, (૩) ઊનનું કલ્પ, (૪-૫) સૂતરનાં બે કલ્પ, (૬) રજોહરણની અંદરનું સૂતરનું નિસિજ્જ (નિશૈથિયું), (૭) બહારનું પગ લૂછવાનું નિસિજ્જ (ઓઘારિયું), (૮) ઓઘો, (૯) સંથારો. (૧૦) ઉત્તરપટ્ટો (અને કેટલાક કહે છે ૧૧મો દાંડો). આ અગિયાર વસ્તુઓની પ્રતિલેખના સૂર્યના ઉદય થયા પહેલાં પ્રભાતમાં કરાય છે; અર્થાત્ સૂર્યના ઉદય વખતે દાંડાની પ્રતિલેખના થાય તે રીતે કરવી જોઈએ. ત્રીજા પહોરને અંતે ચૌદ પ્રતિલેખના નીચે મુજબ કરવામાં આવે છે :
(૧) મુહપત્તી, (૨) ચોલપટ્ટ, (૩) ગોચ્છક, (૪) પાત્રલેખનિકા (પુંજણી), (૫) પાત્રબંધ, (૬) પડલાંઓ (૭) રજસ્રાણ, (૮) પાત્રસ્થાપન, (૯) માત્રક (૧૦) પતાહ (પાતરાં), (૧૧) રજોહરણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org