Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
મુહપત્તી-પડિલેહણનો વિધિ ૦૫૪૯
(૧૨) ઊનનું કલ્પ, (૧૩-૧૪) સૂતરનાં બે કલ્પ. આમ ૧૧ ઉપ૨ની અને ૧૪ આ મળી ઔઘિક ઉપકરણની કુલ પ્રતિલેખના ૨૫ થાય છે. આ રીતે સાધુ-જીવનમાં મુહપત્તીની પ્રતિલેખના બે વાર કરવામાં આવે છે.
સામાયિક એ સાધુ-જીવનનું અનુકરણ હોવાથી તે ગ્રહણ કરતી વખતે અને પારતી વખતે એમ બે વાર ઈર્યાપથિકી-પૂર્વક મુહપત્તીની પ્રતિલેખના કરવામાં આવે છે અને તેની પાછળ પણ ઉપર જણાવ્યું તેમ (૧) સાધ્ય પ્રત્યેની સાવધાની, (૨) લક્ષ્ય પ્રત્યેનો ઉત્સાહ, (૩) ઉત્તમ માર્ગનું અનુસરણ અને (૪) વિવેક-પૂર્વકના પ્રમાદ-રહિત ચારિત્રના ઘડતરનો ઉદ્દેશ સમાયેલો છે. એ ઈર્યાપથ-પ્રતિક્રમણ કર્યા પછી સામાયિકમુહપત્તીની પડિલેહણ કરતી વખતે સામાયિકના સાધકે એ વિચાર કરવાનો છે કે નિર્વાણ-સાધનાનું મુખ્ય સાધન સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સભ્યશ્ચારિત્ર-રૂપ રત્નત્રય છે કે જેની આરાધના સાધુ-જીવનમાં સરળતાપૂર્વક થાય છે. એ સાધુ-જીવનનું આ (મુહપત્તી) પણ એક પ્રતીક છે. આવો વિચાર કરતાં સાધ્ય-પ્રત્યેની સાવધાની પ્રકટે છે. પછી તેણે એ વિચાર કરવાનો છે કે આ ઉપકરણ રાખવાનો મુખ્ય હેતુ ક્રિયામાં અપ્રમત્ત થવાનો તથા અહિંસાધર્મનું પાલન કરવાનો છે. શ્રી જિનેશ્વરદેવે મોક્ષમાર્ગની જે સાધના બતાવી છે અને તેમાં ધર્મનું જે સ્વરૂપ અંકિત કર્યું છે, તેમાં અહિંસા, સંયમ અને તપની પ્રધાનતા છે; તેથી આ મુહપત્તી મને એમ સૂચવે છે કે મારે એ અહિંસા, સંયમ અને તપોમય જીવનમાં વિશિષ્ટ રીતે પ્રવૃત્ત થવું. આ વિચારણાથી લક્ષ્ય પ્રત્યેનો ઉત્સાહ વધે છે. વળી વિચારવું કે આ મુહપત્તીને ધારણ કરનારા ઉત્તમ આર્ય-માર્ગને અનુસરી રહ્યા છે અને અત્યારે હું પણ હાથમાં મુહપત્તી ધારણ કરું છું એટલે ઉત્તમ આર્યમાર્ગને અનુસરી રહ્યો છું. આ વિચારણાથી ઉત્તમ માર્ગનું અનુસરણ થાય છે. ત્યારપછી એવો વિચાર કરવો કે જે જે ક્રિયાઓ અને અનુષ્ઠાનો છે, તે વિધિ-પૂર્વક કરવાથી જ ઉત્તમ ફલને આપે છે; તેથી આ મુહપત્તીની પડિલેહણા વિધિ-પૂર્વક કરવી યોગ્ય છે. આવી વિચારણા કરતાં ચારિત્રનું ઘડતર થાય છે. આ રીતે મુહપત્તીનું મહત્ત્વ વિચારીને સામાયિકના અનુષ્ઠાતાએ તેના પડિલેહણમાં પ્રવૃત્ત થવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org