Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 1
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
મુહપત્તી-પડિલેહણન:વિધિ૦૫૫૧ તે શ્રદ્ધામાં અંતરાયરૂપ સમ્યક્ત-મોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય એ ત્રણ પ્રકારનાં મોહનીય કર્મો હોવાથી તેને પરિહરવાની ભાવના કરવાની છે. મોહનીય કર્મમાં પણ રાગને ખાસ પરિહરવા જેવો છે. તેમાં પ્રથમ કામરાગને, પછી નેહરાગને અને છેલ્લા દૃષ્ટિરાગને છોડવાનો છે, કારણ કે એ પ્રકારનો રાગ છૂટ્યા વિના સુદેવ, સુગુરુ અને સુધર્મને આદરવાનું બની શકતું નથી. અહીં સુદેવ, સુગુરુ અને સુધર્મની મહત્તા વિચારી તેમને જ આદરવાની ભાવના કરવાની છે તથા કુદેવ, કુગુરુ અને કુધર્મને પરિહરવાનો દઢ સંકલ્પ કરવાનો છે. જો આટલું થાય તો જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કે જેનું અપરનામ સામાયિક છે તે સાધના યથાર્થ થઈ શકે. આવી આરાધના કરવા માટે જ્ઞાન-વિરાધના, દર્શન-વિરાધના અને ચારિત્રવિરાધનાને પરિહરવાની જરૂર છે. ટૂંકમાં મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરવા યોગ્ય એટલે ઉપાદેય છે અને મનોદંડ, વચનદંડ અને કાયદંડ પરિહરવા યોગ્ય છે.
આ રીતે ઉપાદેય અને હેય અંગે ભાવના ભાવ્યા પછી જે વસ્તુઓ ખાસ પરિહરવાની છે તથા જેના અંગે યતન કરવાની ખાસ જરૂર છે, તેનો વિચાર અંગની પડિલેહણા-પ્રસંગે કરવાનો છે. તે આ રીતે :
હાસ્ય, રતિ, અરતિ, પરિહરું, વળી ભય, શોક અને જુગુપ્સા પરિહરું. એટલે કે હાસ્યાદિ-પર્ક જે ચારિત્રમોહનીય કષાયપ્રકૃતિથી ઉદ્ભવે છે, તેનો ત્યાગ કરું કે જેથી મારું ચારિત્ર સર્વાશે નિર્મળ થાય.
કૃષ્ણલેશ્યા, નીલેશ્યા, અને કાપોતલેશ્યા પરિહરું, કારણ કે એ ત્રણે વેશ્યાઓમાં અશુભ અધ્યવસાયોની પ્રધાનતા છે અને તેનું ફલ આધ્યાત્મિક પતન છે.
રસ-ગારવ,* રિદ્ધિ-ગારવ અને સાતા-ગારવ પરિહરું, કારણ કે એનું ફલ પણ સાધનામાં વિક્ષેપ અને આધ્યાત્મિક પતન છે.
* મૂલસૂત્રમાં જો કે રિદ્ધિ-ગારવ, રસ-ગારવ અને શાતા-ગારવ એવો ક્રમ છે અને રિદ્ધિ-ગારવને પ્રથમ કહેલ છે, છતાં અહીં રસ-ગારવને પ્રથમ રાખેલ છે, તેનું કારણ એમ સમજાય છે કે આ બોલ ચિતવતી વખતે રસ-ગારવ એ પદ મુખ ઉપર બોલવાનું છે અને તેમાં રસ-ગારવનો ત્યાગ મુખ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org